અમેરિકી હુમલામાં ઘાયલ મોજતબા ખામેનેઈ? ટ્રમ્પનો દાવો – ઈરાનના નવા સુપ્રીમ લીડર કોમામાં હોવાની ચર્ચા

ઈરાન, 13 માર્ચ 2026: Trump claims Mojtaba Khamenei injured :મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાનમાં સત્તા પરિવર્તન વચ્ચે ઈરાનના નવા સુપ્રીમ લીડર Mojtaba Khamenei ના આરોગ્યને લઈને વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે તાજેતરના હવાઈ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump એ એક ઇન્ટરવ્યુ દરમિયાન સંકેત આપ્યો કે મોજતબા ખામેનેઈ કદાચ જીવિત છે, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે સુપ્રીમ લીડરનું પદ સંભાળ્યા બાદ તેઓ અત્યાર સુધી જાહેરમાં દેખાયા નથી.
ટ્રમ્પનું નિવેદન
ફોક્સ ન્યૂઝ રેડિયો પર બ્રાયન કિલમીડના શોમાં વાત કરતાં Donald Trump એ કહ્યું કે તેમને લાગે છે કે મોજતબા ખામેનેઈ જીવિત હોઈ શકે છે, પરંતુ તેઓ ઘાયલ છે.
ટ્રમ્પના આ નિવેદનથી એવી ગુપ્તચર રિપોર્ટ્સ તરફ ઈશારો થાય છે જેમાં જણાવાયું છે કે 28 ફેબ્રુઆરીએ થયેલા હવાઈ હુમલામાં તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બ્રિટિશ મીડિયા નો ચોંકાવનારો દાવો
બ્રિટિશ અખબાર The Sun ની રિપોર્ટ મુજબ Mojtaba Khamenei હાલમાં કોમામાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર:
-
હુમલામાં તેમનો ઓછામાં ઓછો એક પગ ગુમાવ્યો હોવાનો દાવો
-
પેટ અથવા લીવર પર ગંભીર ઇજા
-
Tehran ના Sina University Hospital માં ભારે સુરક્ષા વચ્ચે સારવાર ચાલી રહી છે
ખામેનેઈ તરફથી ચેતવણી
ઈરાનના સરકારી ટેલિવિઝન પર Mojtaba Khamenei ના નામે એક નિવેદન જાહેર થયું હતું. જોકે આ નિવેદન તેમણે જાતે વાંચ્યું નહોતું, પરંતુ એક એન્કર દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યું હતું.
આ નિવેદનમાં અમેરિકાને કડક ચેતવણી આપતાં કહેવામાં આવ્યું કે મધ્યપૂર્વ વિસ્તારમાં આવેલા તમામ અમેરિકી સૈનિક ઠેકાણા તરત બંધ કરવામાં આવે. નહિતર તેમના પર હુમલો કરવામાં આવશે.
ઈરાને જણાવ્યું કે આ “થોપાયેલા યુદ્ધ” માટે દુશ્મન પાસેથી વળતર વસૂલવામાં આવશે. જો દુશ્મન વળતર ચૂકવશે નહીં તો ઈરાન તેની સંપત્તિ જપ્ત કરશે અથવા સમકક્ષ મૂલ્યની સંપત્તિને નષ્ટ કરશે.
આ પણ વાંચો : Vadodara : પ્રેમ, લગ્ન અને પછી…, વડોદરાની પીડિતાએ કર્યા ચોંકાવનારા આક્ષેપ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો












