ચાર બાળકો સાથે કૂવામાં કૂદ્યો શખ્સ, 5 લોકોની લાશ મળી આવતા ગામમાં હાહાકાર મચી ગયો

Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામોદ તાલુકાના રાજુરા ડેમ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી હતી. તેઓ ખેતરમાં આવેલા કૂવામાં કૂદી પડ્યા હતા. એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, પારિવારિક વિવાદને કારણે એક વ્યક્તિએ પોતાના ચાર માસૂમ બાળકોને કૂવામાં ધકેલી દીધા હતા અને પછી આત્મહત્યા કરી લીધી હતી.
તેની પત્ની તેના માતાપિતાના ઘરે ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિજય કિરાડિયાની પત્ની ગઈકાલે ઘરેલુ ઝઘડાને કારણે તેના માતાપિતાના ઘરે ગઈ હતી. આજે સવારે વિજય ઘરકામ કરી રહ્યો હતો ત્યારે તેના પિતાએ તેને પૂછ્યું, “તું એકલો કેમ કામ કરે છે? તારી પત્ની ક્યાં ગઈ છે?” આ માનસિક તણાવ અને કૌટુંબિક ઝઘડાને કારણે વિજયે તેના ચાર બાળકોને રાજુરા ડેમ વિસ્તારમાં આવેલા એક કૂવામાં ધકેલી દીધા અને બાદમાં પોતે પણ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી.
કુવામાંથી પાંચ મૃતદેહ મળી આવ્યા
ઘટનાની માહિતી મળતા જ જલગાંવ જામોડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. સ્થાનિક રહેવાસીઓની મદદથી, પાંચેય મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જલગાંવ જામોડ ગ્રામીણ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ દુ:ખદ ઘટનાએ ભાલે અંજન ગામ સહિત સમગ્ર તાલુકામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જલગાંવ જામોડ પોલીસે મૃતક વિજય મુસા કિરાડિયા વિરુદ્ધ મૃત્યુ માટે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મૃતકની ઓળખ
આ ઘટનામાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે. જે પાંચ મૃતદેહો મળી આવ્યા છે તેમાં વિજય મુસા કિરાડિયા નામનો વ્યક્તિનો સમાવેશ થાય છે, જ્યારે ચાર બાળકોની ઓળખ પ્રીત કિરાડિયા (7), પ્રાચી કિરાડિયા (5), પૂર્વી કિરાડિયા (4) અને પીયૂષ કિરાડિયા (2) તરીકે થઈ છે.
આ પણ વાંચો: ડિલીવરી બાદ 4 મહિલાઓના મોત, નકલી દવાના કારણે જીવ ગયા












