ટ્રેન્ડિંગધર્મ

મહા પૂર્ણિમા 12 ફેબ્રુઆરીએ, નોંધી લો સંપૂર્ણ પૂજા વિધિ અને મુહૂર્ત

  • મહા પૂર્ણિમા પર દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને ચંદ્રની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી અને પવિત્ર નદીઓમાં દીપ દાન કરવાથી વિશેષ લાભ મળે છે.

HD ન્યુઝ ડેસ્કઃ મહા મહિનાની પૂર્ણિમા 12 ફેબ્રુઆરીના રોજ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે દેવતાઓ સ્વંય પૃથ્વી પર માનવ સ્વરૂપમાં પ્રયાગરાજ સંગમમાં સ્નાન- દાન કરવા માટે આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને ચંદ્રની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી અને પવિત્ર નદીઓમાં દીપ દાન કરવાથી વિશેષ લાભ મળે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનના બધા કષ્ટ દૂર થાય છે અને માણસને દુઃખ અને રોગોથી પણ રાહત મળે છે. જો શક્ય હોય તો આ દિવસે ગંગા કે અન્ય કોઈ નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પીપળાના ઝાડમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

મહા પૂર્ણિમા 12 ફેબ્રુઆરીએ, નોંધી લો સંપૂર્ણ પૂજા વિધિ અને મુહૂર્ત hum dekhenge news

મુહૂર્ત

  • પૂર્ણિમા તિથિની શરૂઆત- 11 ફેબ્રુઆરી, 2025 સાંજે 6.55 વાગ્યે
  • પૂર્ણિમા તિથિ સમાપ્ત – 12 ફેબ્રુઆરી, 2025 સાંજે 7.22 વાગ્યે

પૂજા વિધિ

  • આ પવિત્ર દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે.
  • તમે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. સ્નાન કરતી વખતે, બધી પવિત્ર નદીઓનું ધ્યાન કરો.
  • સ્નાન કર્યા પછી ઘરમાં મંદિરમાં દીવો પ્રગટાવો.
  • જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ રાખો.
  • બધા દેવી-દેવતાઓનો ગંગાજળથી અભિષેક કરો.
  • પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.
  • આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો.
  • ભગવાન વિષ્ણુને ભોગ ધરાવો. ભગવાન વિષ્ણુને ચઢાવેલા પ્રસાદમાં તુલસી પાન પણ રાખો.
  • ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુ તુલસી વિના પ્રસાદ સ્વીકારતા નથી. ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ જ ચઢાવવામાં આવે છે.
  • ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો. આ પવિત્ર દિવસે શક્ય તેટલું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો.
  • પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. ચંદ્રોદય પછી ચંદ્રની પૂજા અવશ્ય કરો.
  • ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી પાપોથી મુક્તિ મળે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો.
  • જો તમારા ઘરની નજીક ગાય હોય તો તેને ઘાસ ખવડાવો. ગાયને ખવડાવવાથી અનેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે.

આ પણ વાંચોઃ શનિદેવ હોળી બાદ કરશે રાશિ પરિવર્તન, ત્રણ રાશિઓને કરશે માલામાલ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button