LPG Gas Cylinder Price Today: ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર, જાણો આજના રેટ

LPG Gas Cylinder Price Today: દેશભરમાં આજે 8 મે 2026, શુક્રવારના રોજ ઘરેલુ અને કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ખાસ કોઈ ફેરફાર નોંધાયો નથી. આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં સતત ઉતાર-ચઢાવ છતાં હાલ ગેસના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
તાજેતરમાં પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ અને અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન વચ્ચેના સંઘર્ષના કારણે 1 મેના રોજ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં સરેરાશ 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દિલ્હી માં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે 3,071.50 રૂપિયા પહોંચી ગઈ છે, જ્યારે અગાઉ તેનો ભાવ 2,078.50 રૂપિયા હતો. બીજી તરફ મુંબઈ માં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2,031 રૂપિયાથી વધીને 3,024 રૂપિયા થયો છે.
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો?
માર્ચ મહિનામાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. Indian Oil Corporation ના આંકડા અનુસાર, હવે 14.2 કિલોના બિન-સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 913 રૂપિયા થઈ ગઈ છે.
આ સાથે 5 કિલોના ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરના ભાવમાં પણ અંદાજે 261 રૂપિયાનો વધારો નોંધાયો છે.
દેશમાં LPGની કોઈ અછત નથી
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં દેશમાં ઘરેલુ LPG ગેસની કોઈ અછત નથી. જોકે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે સપ્લાય ચેન પર થોડું દબાણ જોવા મળી રહ્યું છે.
પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સરકારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લીધા છે:
- LPG રિફિલ બુકિંગ વચ્ચેનો સમય 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો
- જથ્થાબંધ સંગ્રહ અટકાવવા માટે “એક ઘર – એક કનેક્શન” નિયમ લાગુ કર્યો
- હવે એક જ સરનામે LPG અને PNG બંને કનેક્શન રાખવું ગેરકાયદેસર ગણાશે
સરકારના જણાવ્યા અનુસાર, જો કોઈ ઘરમાં પહેલેથી PNG (પાઇપ ગેસ) કનેક્શન ઉપલબ્ધ હોય તો LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે.
આ પણ વાંચો : IPLમાં હનીટ્રેપનું એલર્ટ: BCCIએ જાહેર કર્યું કડક ફરમાન, હોટલ રુમમાં બહારના લોકોની નો એન્ટ્રી












