અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં દવાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ: 50 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ, 31 ઓક્ટોબર 2025: સોલા પોલીસે ગુજરાતમાં પ્રોહિબિશનના કડક કાયદાને ચેલેન્જ કરતા એક મોટા દારૂ હેરાફેરી નેટવર્કને ઝડપી પાડ્યું છે. ગોતા બ્રિજ પાસેથી પોલીસે ૩૦ લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે પંજાબથી આવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં હોસ્પિટલની દવાઓના કાર્ટનની આડમાં દારૂની હેરાફેરી કરવાનો નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે, જેના કારણે કુલ ૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે સોલા પોલીસ સ્ટેશનની ટીમે ગોતા બ્રિજ પાસે વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. રાત્રીના સમયે એક શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લેતાં તેમાંથી હોસ્પિટલની દવાઓના લેબલવાળા કાર્ટન મળ્યા, જેમાં વિવિધ બ્રાન્ડની ૫૦૦થી વધુ દારૂની બોટલો છુપાવેલી હતી. આરોપીઓ – પંજાબના રહેવાસી રણજીતસિંહ અને અમરજીતસિંહ – દારૂને દવાઓની આડમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વેચવા લાવી રહ્યા હતા.

જપ્ત થયેલા મુદ્દામાલમાં ૩૦ લાખનો દારૂ, દવાઓના કાર્ટન, પેકેજિંગ સામગ્રી અને આરોપીઓના વાહનનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ૫૦ લાખ રૂપિયા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે કે આ નેટવર્ક પંજાબથી નિયમિત દારૂની સપ્લાય કરીને ગુજરાતમાં વેચાણ થતુ હોવાના ખુલાસા થયા છે.

આ પણ વાંચો: દુલાર ચંદ યાદવના મૃતદેહના પોસ્ટમોર્ટમ તપાસની દેખરેખ માટે મેડિકલ બોર્ડની રચના, જેમાં મોકામા હત્યાકાંડના તથ્યો આવશે બહાર!

Back to top button