ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સલમાન ખાનના ઘરની બહાર પોતે ફાયરિંગ કર્યું હોવાનો લોરેન્સના ભાઈ અનમોલનો દાવો

Text To Speech

મુંબઈ, 14 એપ્રિલઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર પોતે ફાયરિંગ કર્યું હોવાનો દાવો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે કર્યો છે. આજે રવિવારે વહેલી પરોઢે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. અહેવાલ અનુસાર બાઈક ઉપર આવેલા બે જણાએ સલમાનના ફ્લેટની બહાર છ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.

દરમિયાન, ફાયરિંગની ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન ઉપર વાત કરી હતી અને ઘટનાની તપાસનું આશ્વાસન આપ્યું હતું. તો બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે, સરકાર સતર્ક છે અને કોઈએ અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર વહેલી પરોઢે ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે. માહિતી અનુસાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. વહેલી પરોઢે લગભગ 4.30થી 5.00 વાગ્યાના અરસામાં બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. બાઇક પર સવાર બંને અજાણ્યા શખ્સોએ હવામાં ગોળીબાર કરી નાસી છૂટ્યા હતા.

સવારે 4થી 5 વાગ્યાની વચ્ચેના ગાળામાં ગોળીબાર થયો હોવાની માહિતી મળી હતી. આ ઘટના બાદ મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને ગોળીબાર કરનારા લોકોને શોધી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

છેલ્લા છએક મહિ નામાં બેથી ત્રણ વખત સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને પોલીસ એ દિશામાં તપાસ કરી જ રહી હતી તેવા સમયે તેના ઘરની બહાર વહેલી પરોઢે હવામાં ગોળીબાર કરવાની ઘટના બનતા તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ સલમાન ખાનના ઘરની બહાર વહેલી પરોઢે ફાયરિંગ, બે બાઈક સવારો હવામાં ગોળીબાર કરી ભાગ્યા

Back to top button