ટ્રેન્ડિંગમનોરંજન

કોમેડિયન કુણાલ કામરાએ સલમાન ખાનની જાહેરમાં ઉડાવી મજાક, માફી માંગવાનો ઈનકાર

  •  કુણાલ કામરાએ બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે પંગો લીધો છે. એક મહિના પહેલા કોમેડિયને પોતાના સ્ટેન્ડ-અપમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ખૂબ મજાક ઉડાવી હતી, જે હવે ચર્ચાનો વિષય બની ગઈ છે.

30 માર્ચ, મુંબઈઃ પ્રખ્યાત કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર ફરી તેના જોક્સ માટે હેડલાઇન્સમાં છે. આ વખતે કુણાલ કામરાએ બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે પંગો લીધો છે. એક મહિના પહેલા કોમેડિયને પોતાના સ્ટેન્ડ-અપમાં બોલિવૂડ સુપરસ્ટારની ખૂબ મજાક ઉડાવી હતી, જે હવે ચર્ચાનો વિષય બની ગઈ છે.

કુણાલ કામરાએ ઉડાવી સલમાન ખાનની મજાક

હવે KRKએ કુણાલની ​​આ ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. આ વીડિયો શેર કરતા KRKએ લખ્યું કે ‘સલમાન ખાન કુણાલ કામરા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી રહ્યો છે, પરંતુ અહીં કુણાલ કોમેડી કરી રહ્યો છે જેના માટે તે ગુસ્સે ન થઈ શકે.

માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર

હવે આનો જવાબ આપતાં કુણાલે એક પણ એક ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું છે કે હું કોઈ ઊડતું પક્ષી કે ફૂટપાથ નથી. હું મારા જોક્સ માટે માફી માંગતો નથી. કોમેડિયનના આ ટ્વિટ પર યુઝર્સ વિવિધ કમેન્ટ કરી રહ્યા છે. કોઈ તેને સપોર્ટ કરી રહ્યું છે તો કોઈ કોમેડિયનને સલમાનની માફી માંગવાની સલાહ આપી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કુણાલ બિગ બોસ OTTની વાત કરી રહ્યો છે. તે કહે છે, મને ઓફર આવી છે કે અંબાણીના OTT પર જઈને સલમાન પાસેથી નૈતિક જ્ઞાન લેવાની. દર શનિવાર અને રવિવારે સલમાન ખાન આવશે અને તમને જણાવશે કે કેવી રીતે એક સારા વ્યક્તિ બનવું. ત્યારબાદ તેણે રિયાલિટી શો બિગ બોસમાં સલમાનની કહેલી વાતોને રીપીટ કરી.

 કોમેડિયન કુણાલ કામરાએ સલમાન ખાનની જાહેરમાં ઉડાવી મજાક, માફી માંગવાનો ઈનકાર hum dekhenge news

સલમાનના ભાઈઓ અને પર્સનલ લાઈફ પર પણ કરી ટિપ્પણી

કુણાલે તેના બંને ભાઈઓ પર પણ કમેન્ટ કરી હતી . તે કહે છે કે બિચારા સલમાનનું જીવન પણ અઘરું છે. તે દર મહોરમમાં અરબાઝ ખાન અને સોહેલ ખાનને ચાબૂક મારતો હશે. એક સમયે કોમેડિયન સલમાન ખાનથી ડરતા હતા. પરંતુ જ્યારથી મોદીજી આવ્યા છે ત્યારથી સલમાનની બેન્ડ વાગી ગઈ છે. રાત્રે દારૂ પીને ફોન કરશે તો અમે પણ ડ્રિંક કરીને ફોન ઉઠાવી લઈશું. કુણાલે સલમાન ખાનના અંગત જીવન પર પણ પ્રહારો કર્યા હતા. બધા સલમાન પર જોક બનાવતા ડરે છે, તે છોકરીઓને લાફા મારે છે, પરંતુ અમે આવી વ્યક્તિ પર જોક પણ ન કરી શકીએ?

Back to top button