ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સલમાન ખાનના ઘરની બહાર વહેલી પરોઢે ફાયરિંગ, બે બાઈક સવારો હવામાં ગોળીબાર કરી ભાગ્યા

Text To Speech

મુંબઈ, 14 એપ્રિલઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર વહેલી પરોઢે ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે. માહિતી અનુસાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. વહેલી પરોઢે લગભગ 4.30થી 5.00 વાગ્યાના અરસામાં બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. બાઇક પર સવાર બંને અજાણ્યા શખ્સોએ હવામાં ગોળીબાર કરી નાસી છૂટ્યા હતા.

સવારે 4થી 5 વાગ્યાની વચ્ચેના ગાળામાં ગોળીબાર થયો હોવાની માહિતી મળી હતી. આ ઘટના બાદ મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને ગોળીબાર કરનારા લોકોને શોધી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

છેલ્લા છએક મહિ નામાં બેથી ત્રણ વખત સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને પોલીસ એ દિશામાં તપાસ કરી જ રહી હતી તેવા સમયે તેના ઘરની બહાર વહેલી પરોઢે હવામાં ગોળીબાર કરવાની ઘટના બનતા તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.

આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…

આ પણ વાંચોઃ સલમાન, રિતિક અને ટાઈગરને ગુટખા કંપનીનો પ્રચાર કરવા બદલ લીગલ નોટિસ

Back to top button