આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝ

જાણો 11મી સદીના ‘અનૈમંગલમ તામ્રપત્ર’નો ઇતિહાસ, 18મી સદીમાં ડચ મિશનરી નેધરલેન્ડ લઈ ગયા હતા આ તામ્રપત્ર

પીએમ મોદી હાલ 5 દિવસીય વિદેશી પ્રવાસે છે. ત્યારે આજે તેઓ નેધરલેન્ડમાં છે. આ દરમ્યાન તેમની હાજરીમાં નેધરલેન્ડે ચોલ વંશ સાથે જોડાયેલા તામ્રપત્ર ભારતને પરત કર્યા છે. આ 11મી સદીના તામ્રપત્રનું પરત આવવું એ બંને દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાના પ્રતીક તરીકે જોવાઈ રહ્યું છે. નેધરલેન્ડ્સમાં ઔપચારિક સોંપણી સમારોહમાં ભાગ લેતા, પીએમ નરેન્દ્ર મોદીએ તેને દરેક ભારતીય માટે આનંદની ક્ષણ ગણાવી હતી. ત્યારે શું તમે જાણો છે કે,  ચોલ વંશ સાથે સંકળાયેલી આ તામ્રપત્ર નેધરલેન્ડ્સ કેવી રીતે પહોંચી ? અને તેના પર શું લખ્યું છે? ચાલો વિગતવાર સમજીએ…

 

11મી સદીના ચોલ તામ્રપત્રનો ઇતિહાસ

 

ચોલ સામ્રાજ્ય સાથે જોડાયેલા આ ઐતિહાસિક ખજાનો પરત આવવો એ ભારતના સાંસ્કૃતિક વારસા માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ તામ્રપત્ર દક્ષિણ ભારતના શક્તિશાળી ચોલ સામ્રાજ્ય સાથે સંકળાયેલા છે અને લગભગ 1000 વર્ષ જૂના છે. આ ઐતિહાસિક દસ્તાવેજ, જે 300 વર્ષ સુધી નેધરલેન્ડમાં હતા, તે ભારતના ઇતિહાસની ઝાંખી કરાવે છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

શું છે આ તામ્રપત્ર ?

 

આ તામ્રપત્રને “અનૈમંગલમ તામ્રપત્ર” અથવા “લેડેન પ્લેટો” કહેવામાં આવે છે. 21 મોટી અને 3 નાના તામ્રપત્રનો આ સંગ્રહ ચોલ સામ્રાજ્યના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક રેકોર્ડમાંનો એક માનવામાં આવે છે. આ તાંબાની તકતીઓ 11મી સદીમાં ચોલ સમ્રાટ રાજારાજ ચોલ I (985-1014 ઈ.સ.) અને તેમના પુત્ર રાજેન્દ્ર ચોલ I (1012-1042 ઈ.સ.)ના શાસનકાળ દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. તેનું વજન આશરે 30 કિલોગ્રામ છે અને તે રાજેન્દ્ર ચોલની શાહી મહોર ધરાવતી કાંસાની વીંટી સાથે જોડાયેલ છે. તે સમ્રાટ રાજેન્દ્ર ચોલ દ્વારા જારી કરવામાં આવ્યા હતા.

 

રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલ વચ્ચે શું છે સંબંધ ?

 

આ તામ્રપત્ર મહાન ચોલ સમ્રાટ રાજરાજા ચોલ અને તેમના પુત્ર રાજેન્દ્ર ચોલ I સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પિતા રાજરાજા ચોલના નાગપટ્ટીનમ નજીકના અનૈમંગલમ ગામને બૌદ્ધ મઠ માટે સમર્પિત કરવાના આદેશને રેકોર્ડ કરે છે. બાદમાં, તેમના પુત્ર રાજેન્દ્ર ચોલ I એ આ હુકમને કાયમી સ્વરૂપ આપવા માટે તામ્રપત્રો કોતર્યા હતા. આ જ કારણ છે કે, આ તામ્રપત્રને ચોલ વહીવટ અને ધાર્મિક સહિષ્ણુતાનો મુખ્ય પુરાવો માનવામાં આવે છે. નોંધનીય છે કે, તેઓ એક હિન્દુ સમ્રાટ દ્વારા બૌદ્ધ મઠના આશ્રયનો ઉલ્લેખ કરે છે. આ દસ્તાવેજો ચોલ સામ્રાજ્ય દરમિયાન હિન્દુ અને બૌદ્ધ ધર્મના સમન્વય અને સહઅસ્તિત્વને ઉજાગર કરે છે. તે દર્શાવે છે કે, કેવી રીતે હિન્દુ સમ્રાટોએ નાગાપટ્ટિનમમાં આવેલા ‘ચુડામણિ વિહાર’ (બૌદ્ધ મઠ) ના નિભાવ અને ખર્ચ માટે અનાઇમંગલમ ગામની મહેસૂલ આવક અર્પણ કરી હતી.

Know the history of the 11th century 'Anaimangalam Tamrapatra', Dutch missionaries took this tamrapatra to the Netherlands in the 18th century, hum dekhenge news

સંસ્કૃત અને તમિલમાં સંદેશાઓ

 

આ તામ્રપત્ર બે ભાગમાં વહેંચાયેલા છે. એકમાં સંસ્કૃતમાં લખાણ છે, જ્યારે બીજમાં તમિલમાં લખાણ છે. આ પત્રોમાં સંસ્કૃત અને તમિલમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ અને ચોલ વંશની વંશાવળી પણ છે. તમિલ ઇતિહાસ, વહીવટ, જમીન અનુદાન અને દરિયાઈ વેપારના અભ્યાસ માટે તેમને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

નાગપટ્ટીનમ અને દરિયાઈ શક્તિના પુરાવા

 

તામ્રપત્રમાં તમિલનાડુના નાગપટ્ટીનમ શહેરનો ઉલ્લેખ છે, જે તે સમયે ચોલ સામ્રાજ્યનું એક મુખ્ય બંદર હતું. ચોલ રાજવંશ તેની નૌકાદળ શક્તિ અને દક્ષિણપૂર્વ એશિયા સુધી વિસ્તરેલા વેપાર પ્રભાવ માટે જાણીતો હતો. આ શિલાલેખો તે સમયગાળાના દરિયાઈ રાજકારણ, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોમાં સમજ આપે છે.

 

ચોલ તામ્રપત્ર કેવી રીતે પહોંચ્યા નેધરલેન્ડ ?

 

એવું કહેવાય છે કે, ફ્લોરેન્ટિયસ કેમ્પર નામના ડચ મિશનરી 18મી સદીમાં આ તામ્રપત્ર ભારતમાંથી નેધરલેન્ડ લઈ ગયા હતા. બાદમાં તેમને 1862માં લીડેન યુનિવર્સિટીને સોંપવામાં આવ્યા હતા, જ્યાં તેમને સાચવવામાં આવ્યા છે. ભારતે 2012માં તેમને પરત લઈ આવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. યુનેસ્કોની આંતર-સરકારી સમિતિએ પણ આ તામ્રપત્ર પર ભારતના કાયદેસરના દાવાને સ્વીકાર્યો અને નેધરલેન્ડને ભારત સાથે રચનાત્મક વાતચીત કરવાની સલાહ આપી.

Know the history of the 11th century 'Anaimangalam Tamrapatra', Dutch missionaries took this tamrapatra to the Netherlands in the 18th century, hum dekhenge news

તામ્રપત્ર ભારત પરત લઈ આવવા મહત્વપૂર્ણ

 

આ તામ્રપત્રના પરત થવાને માત્ર પુરાતત્વીય વસ્તુઓનું વળતર જ નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક યાદોને પુનઃપ્રાપ્ત કરવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તે વસાહતી કાળ દરમિયાન વિદેશમાં ખોવાયેલા ઐતિહાસિક વારસામાંનો એક છે. ત્યારે પીએમ મોદીની હાજરીમાં ઐતિહાસિક વારસો ભારતને પરત કરવામાં આવ્યો. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ દરમ્યાન કહ્યું કે, આ તામ્રપત્ર ચોલાઓની મહાનતા, તેમની સંસ્કૃતિ અને દરિયાઈ શક્તિનું પ્રતીક છે. આ દરમ્યાન તેમને નેધરલેન્ડ સરકાર અને લીડેન યુનિવર્સિટીનો પણ આભાર માન્યો હતો.

ચોલ વંશનો ઈતિહાસ

 

ચોલ વંશ દક્ષિણ ભારતમાં સૌથી લાંબો સમય શાસન કરનાર એક મહાન તમિલ સામ્રાજ્ય હતું. વિજયાલય દ્વારા સ્થાપિત આ વંશે મધ્યકાલીન સમયમાં દરિયાઈ વેપાર અને ભવ્ય સ્થાપત્ય ક્ષેત્રે (જેમ કે તંજાવુરનું બૃહદેશ્વર મંદિર) અદભુત પ્રગતિ કરી હતી. :આ વંશની સ્થાપના વિજયાલય દ્વારા  જેમણે 9મી સદીના મધ્યમાં કાવેરી ડેલ્ટા પર કબજો કરી કરવામાં આવી હતી. આ દરમ્યાન તેમને તંજાવુરને રાજધાની બનાવી હતી. પરંતુ રાજરાજ પ્રથમને ચોલ સામ્રાજ્યના વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે. તેમને ચેર, પાંડ્યો અને માલદીવ પર વિજય મેળવ્યો અને એક મજબૂત નૌકાસેના બનાવી હતી.

 

આ ઉપરાંત રાજરાજ પ્રથમ દ્વારા તંજાવુરમાં બનાવવામાં આવેલું બૃહદેશ્વર મંદિર ચોલ સ્થાપત્યકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. ત્યારબાદ રાજરાજ પ્રથમના પુત્ર રાજેન્દ્ર ચોલ પ્રથમે ગંગેકોડ ચોલાપુરમ નામના નવા નગરની સ્થાપના કરી અને સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો. ચોલ વંશના રાજાઓ શિવ અને વિષ્ણુના ભક્ત હતા અને તેમના શાસનમાં સાહિત્ય, કળા અને ભવ્ય મંદિરોનો ખૂબ વિકાસ થયો હતો. આ ઉપરાંત ચોલ સામ્રાજ્યનો વહીવટ ખૂબ જ આયોજનબદ્ધ હતો, જેમાં ગ્રામ સ્વરાજ્ય (સ્થાનિક સ્વરાજ) અને સિંચાઈ વ્યવસ્થાને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું.

 

આ પણ વાંચો : અમદાવાદમાં CNG ભાવવધારાની સીધી અસર: ઓટો રિક્ષા અને ઓનલાઈન ટેક્સી ભાડાંમાં વધારો

 

Back to top button