અમદાવાદમાં CNG ભાવવધારાની સીધી અસર: ઓટો રિક્ષા અને ઓનલાઈન ટેક્સી ભાડાંમાં વધારો

CNG price hike in Ahmedabad: અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં થયેલા વધારાની સીધી અસર જાહેર પરિવહન પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં CNGના ભાવમાં સતત વધારો થતાં ઓટો રિક્ષા અને ઓનલાઈન ટેક્સી સેવાઓના ભાડાંમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, વર્ષના પ્રારંભમાં ₹82 પ્રતિ કિલો મળતું CNG હવે ₹86થી વધુ પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. જેના કારણે શહેરમાં રિક્ષા ભાડામાં અંદાજે 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHm
જે અંતર માટે અગાઉ ₹30 ભાડું લેવાતું હતું, ત્યાં હવે મુસાફરોએ ₹35થી ₹40 સુધી ચૂકવવા પડી રહ્યા છે. સાથે જ Uber અને Ola જેવી ઓનલાઈન ટેક્સી કંપનીઓએ પણ ભાડામાં ₹5થી ₹10 સુધીનો વધારો કર્યો છે.
આ ભાવવધારાની સૌથી વધુ અસર નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે.
ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિયેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે 2022 પછી રિક્ષા ભાડાનું સત્તાવાર રિવ્યુ કરવામાં આવ્યું નથી, જ્યારે CNG, સ્પેર પાર્ટ્સ, ટાયર અને ફિટનેસ ખર્ચમાં સતત વધારો થયો છે.
એસોસિયેશને સરકાર સમક્ષ સત્તાવાર ભાડા વધારાની માંગ સાથે રજૂઆત કરવાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો : 20મી મેના કેમિસ્ટોની દેશવ્યાપી હડતાળ, દેશના 12.40 લાખ, ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર રહેશે બંધ












