ટ્રેન્ડિંગવર્લ્ડ

…ઘૂંટણિયે પડ્યા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ, જાણો કેમ આંખોમાં આવ્યા આંસુ

ઉત્તર કોરિયાઃ 22 ઓગસ્ટ, 2025: Kim Jong Un: ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વિશે દુનિયા જાણે છે કે, તે એક ક્રૂર તાનાશાહ છે, જે પોતાના વિરોધીઓ પર કોઈ દયા રાખતા નથી. જો જીવ લેવાની વાત આવે તો તે ખચકાટ વિના તેમને મારી નાખવાનો આદેશ આપશે. પરંતુ હવે ઉત્તર કોરિયાથી એવી તસવીરો આવી રહી છે જેમાં કિમ જોંગ ઉન ભીની આંખો સાથે, ઘૂંટણિયે પડીને શ્રદ્ધાંજલિ આપતા, કેટલાક પરિવારોને સાંત્વના આપતા જોવા મળે છે.

ઘૂંટણિયે બેઠા કિમ જોંગ

હકીકતમાં, ઉત્તર કોરિયાની સરકારી મીડિયાએ શુક્રવારે (22 ઓગસ્ટ) નવી તસવીરો શેર કરી હતી, જેમાં કિમ જોંગ યુક્રેન સામે રશિયા માટે લડતા મૃત્યુ પામેલા પોતાના સૈનિકોના ફોટા સામે ઘૂંટણિયે બેઠેલા જોવા મળે છે. તેઓ શહીદ સૈનિકોના પરિવારોને ગળે લગાવતા પણ જોવા મળે છે.

સૈનિકોના પરિવારને પાઠવી સાંત્વના

આ તસવીર એક સમારોહની છે. અહીં કિમ મેડલ આપતા, મૃત સૈનિકોના ચિત્રોની બાજુમાં મૂકીને અને પાછા ફરેલા સૈનિકોને સાંત્વના આપતા જોવા મળ્યા. કિમ જોંગે આ સૈનિકોને “નાયકો” તરીકે સન્માનિત કર્યા જેમણે પોતાની યુવાની અને જીવનનું બલિદાન આપ્યું છે.

ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ જણાવ્યું હતું કે, કિમે વ્યક્તિગત રીતે વિદેશી કામગીરીમાં લડનારા અને વિશેષ પરાક્રમો કરનાર કમાન્ડિંગ અધિકારીઓને DPRK (નોર્થ કોરિયાના હીરો) નું બિરુદ આપ્યું હતું. તેમણે સ્મારક દિવાલ પર ફૂલ પણ ચઢાવ્યા અને શોકગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી તેમજ તેમને સાંત્વના આપી.

રશિયાના યુદ્ધમાં મોકલ્યા સૈનિકો

દક્ષિણ કોરિયા અને પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ 2024 માં રશિયામાં 10,000 થી વધુ સૈનિકો મોકલ્યા હતા, મુખ્યત્વે કુર્સ્ક પ્રદેશમાં. આ ઉપરાંત, તેણે આર્ટિલરી શેલ, મિસાઇલ અને લાંબા અંતરની રોકેટ સિસ્ટમ પણ મોકલી છે. દક્ષિણ કોરિયાએ કહ્યું કે, રશિયા માટે લડતી વખતે લગભગ 600 ઉત્તર કોરિયાના સૈનિકોના મોત નિપજ્યા હતા અને હજારો ઘાયલ થયા હતા.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગયા અઠવાડિયે ઉત્તર કોરિયાના સૈનિકોને હીરો ગણાવ્યા હતા. હકીકતમાં, રશિયા અને ઉત્તર કોરિયા વધુને વધુ એકબીજાની નજીક આવી રહ્યા છે. જેમાં ગયા વર્ષે પુતિને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી ત્યારે પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરવાનો સમાવેશ થાય છે. આ વર્ષે એપ્રિલમાં, ઉત્તર કોરિયાએ પહેલી વાર પુષ્ટિ કરી હતી કે તેણે યુક્રેનમાં રશિયન સૈનિકોની સાથે ફ્રન્ટ લાઇન પર તેના સૈનિકોની એક ટુકડી તૈનાત કરી છે.

આ પણ વાંચોઃ સગીરા પર બળાત્કારના કેસમાં ક્રિકેટર યશ દયાલની મુશ્કેલીઓમાં વધારો, રાહત આપવા HCનો ઈન્કાર

આ પણ વાંચોઃ મુસ્લિમ યુવકે કરી પ્રેમાનંદ મહારાજને કિડની દાન કરવાની રજૂઆત, વૃંદાવન પત્ર લખી DM પાસે માંગી મંજૂરી

Back to top button