ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘એક દિવસ સત્તા બદલાશે અને અમે…’, કેન્દ્ર પર કેમ ભડક્યા મમતા બેનર્જી?

મંગળવારે (24 ફેબ્રુઆરી, 2026) ના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે કેરળનું નામ બદલીને “કેરલમ” કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની ટીકા કરતા તેના પર બંગાળ સામે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે બંગાળ વિધાનસભાએ બે વાર રાજ્યનું નામ બદલીને “બાંગ્લા” કરવાનો ઠરાવ પસાર કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી તેને મંજૂરી આપી નથી.

મમતા બેનર્જીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું

મમતા બેનર્જીએ કહ્યું, “વેસ્ટ બંગાળનું નામ “Wન થી શરૂ થાય છે, જેના કારણે બંગાળના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં તેમજ રાષ્ટ્રીય બેઠકોમાં ઘણી વખત અંતમાં બોલવાનો મોકો મળે છે.” તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ બંગાળીઓની ભાવનાઓનુ સન્માન કરતી નથી અને ફક્ત ચૂંટણી સમયે “બાંગ્લા” શબ્દનો ઉપયોગ કરે છે. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું, “કેરળમાં BJP અને સીપીઆઈએમ વચ્ચે વધતા ગઠબંધનના કારણે ત્યાં નામ બદલવું સરળ બની ગયું. એક દિવસ સત્તા બદલાશે અને અમે પશ્ચિમ બંગાળનું નામ જરૂર બદલીશું.”

TMC રાજ્યનું નામ બદલવાની માંગ કરી રહી છે

બંગાળમાં TMC સત્તામાં આવ્યા બાદથી જ રાજ્યનું નામ બદલવાની માંગ ઉઠતી રહી છે. ગયા મહિને રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન TMCના સાંસદ ઋતબ્રત બેનર્જીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પશ્ચિમ બંગાળનું નામ બદલીને “બાંગ્લા” રાખવાની માંગ કરી અને કહ્યું કે આ નામ રાજ્યના ઈતિહાસ અને સંસ્કૃતિને વધુ સારી રીતે દર્શાવે છે. તેમણે જણાવ્યું, “વેસ્ટ બંગાળ વિધાનસભાએ જુલાઈ 2018માં સર્વસંમતિથી રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી તેને મંજૂરી આપવામાં આવી નથી.”

ટીએમસીના એક સાંસદના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. 2011 માં સરકાર બનાવ્યા પછી, ટીએમસીએ કેન્દ્ર સરકારને રાજ્યનું નામ બદલવાનું સૂચન કર્યું. ત્યારબાદ, તેમણે રાજ્યનું નામ બદલીને બોંગો અથવા બાંગ્લા રાખવાનો પ્રસ્તાવ મૂક્યો.

કેન્દ્રે કેરળનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં કેરળ રાજ્યનું નામ “કેરલમ”માં બદલવા માટેનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. કેબિનેટની મંજૂરી બાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળ (નામ પરિવર્તન) બિલ, 2026ને ભારતના સંવિધાનના કલમ 3 હેઠળ વિચાર કરવા માટે કેરળ રાજ્ય વિધાનસભાને મોકલશે. કેરળ વિધાનસભાએ 24 જૂન, 2024ના રોજ રાજ્યનું નામ “કેરલમ”માં બદલવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

આ પણ વાંચો: હવે કેરળ ઓળખાશે ‘કેરલમ’ તરીકે: મોદી કેબિનેટે આપી મંજૂરી, જાણો શું છે બંધારણની કલમ 3 અને નામ બદલવાની પ્રક્રિયા

Back to top button