ટ્રેન્ડિંગમનોરંજન

જૂહી ચાવલાનો ભત્રીજો વીર જય ખોસલા આગળ ભલભલા સ્ટાર કિડ્સ ફીકા! રણબીર-સની સાથે તુલના

  • દરેક વ્યક્તિ વીર જય ખોસલાની પ્રશંસા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે તે યુવાન રણબીર કપૂર જેવો દેખાય છે

HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા ખૂબ જ સુંદર છે. તેનો ભત્રીજો  Juhi Chawla’s nephew પણ એકદમ હેન્ડસમ છે. અભિનેત્રીએ તેની સાથેના બે ફોટા ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યા અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને તરત જ લોકો તેના પ્રેમમાં પડી ગયા છે. દરેક વ્યક્તિ વીર જય ખોસલા Veer Jay Khoslaની પ્રશંસા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે તે યુવાન રણબીર કપૂર જેવો દેખાય છે. લોકોએ કોમેન્ટ સેક્શનમાં પૂછ્યું કે તે ક્યારે ડેબ્યૂ કરશે.

28 ઓક્ટોબરના રોજ જુહી ચાવલાએ તેના ભત્રીજા જય માટે જન્મદિવસની પોસ્ટ કરી હતી. તેણે બે ફોટા સાથે તેને શુભેચ્છાઓ પાઠવી અને ઘણા ઇમોજી મુકીને તેની પર અપાર પ્રેમ વરસાવ્યો છે. હવે લોકોએ તેનો આ ફોટો જોતાં જ રણબીર કપૂર સાથે તેની તુલના શરૂ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla Mehta (@iamjuhichawla)

સરખામણી હેન્ડસમ રણબીર સાથે કરાઈ

એક યુઝરે લખ્યું છે કે તે ખૂબ જ સુંદર છે. જન્મદિવસની શુભેચ્છાઓ. બીજાએ લખ્યું, જય ઘણો મોટો થઈ ગયો છે. જુહી જી, ચાલો આર્યન સાથે વાત કરીએ અને તેને દિગ્દર્શક પણ બનાવીએ. બીજાએ લખ્યું, તમે કેટલા સારા નસીબ લાવ્યા છો. તમે જુહી ચાવલાના ઘરે જન્મ્યા છો. બીજાએ લખ્યું, તે રણબીર કપૂર જેવો દેખાય છે. અન્ય યુઝરે લખ્યું, વાહ, આગામી રણબીર કપૂર. કોઈકે લખ્યું છે તે વિદેશી જેવો દેખાય છે. તો કોઈકે લખ્યું, તેનો ચહેરો અને લક્ષણો તેની યુવાનીના સની દેઓલ જેવા છે.

જુહી ચાવલાની કુલ સંપત્તિ

જુહી ચાવલાએ 1995માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો જ્હાન્વી મહેતા અને અર્જુન મહેતા છે. અભિનેત્રીએ 1986માં સલ્તનત ફિલ્મથી શરૂઆત કરી હતી. ત્યારબાદ કયામત સે કયામત તક ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી હતી. તેની કુલ સંપત્તિ 7790 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે શાહરૂખ ખાન સાથે આઈપીએલ ટીમ કેકેઆરની કો-ઓનર છે.

આ પણ વાંચોઃ કિયારા અડવાણીની ડેબ્યુ ફિલ્મનો હીરો, ઓલિમ્પિકમાં જીત્યો કાંસ્ય પદક, પણ ફિલ્મી કરિયર ડામાડોળ 

Back to top button