ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ટીમ ઈંડિયા માટે GOOD NEWS: બીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ રમતો જોવા મળી શકે છે, નેટ પ્રેક્ટિસમાં ખૂબ પરસેવો પાડ્યો

IND VS ENG SECOND TEAST MATCH JASPRIT BUMRAH: ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાશે. ભારતીય ટીમે આ મેચ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શનિવાર, 28 જૂને, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ એજબેસ્ટન મેદાન પર જોરદાર પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન, ભારતીય ટીમ માટે સૌથી સારી વાત એ હતી કે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ નેટમાં સંપૂર્ણ તાકાતથી બોલિંગ કરી હતી. બુમરાહને નેટમાં બોલિંગ કરતા જોઈને, હવે ચાહકો અનુમાન લગાવવા લાગ્યા છે કે તે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં રમતા જોવા મળી શકે છે.

બુમરાહ લીડ્સ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી

પહેલી ટેસ્ટ સમાપ્ત થયા પછી, એવા સમાચાર આવવા લાગ્યા કે બુમરાહ બીજી ટેસ્ટ મેચ નહીં રમે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહના રમવાનો નિર્ણય ટેસ્ટ મેચના એક દિવસ પહેલા લેવામાં આવશે. બુમરાહએ લીડ્સ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લીધી, પરંતુ બીજી ઇનિંગમાં બોલિંગ દરમિયાન તેને કોઈ વિકેટ મળી ન હતી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે તે એજબેસ્ટન ટેસ્ટમાં રમે છે કે નહીં.

શનિવારે યોજાયેલા પ્રેક્ટિસ સેશનમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ અને ઋષભ પંત સિવાયના તમામ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અહીં ઉલ્લેખનિય છે કે લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં આ ચારેય બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ભારતનું આગામી પ્રેક્ટિસ સેશન હવે સોમવારે થશે. હવે જોવાનું રહેશે કે જસપ્રીત બુમરાહ તે દિવસે નેટમાં બોલિંગ કરે છે કે નહીં.

બુમરાહની જગ્યાએ કોને તક મળશે?

બીજી ટેસ્ટ મેચ પહેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મેચ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન શું હશે. જો જસપ્રીત બુમરાહ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં નહીં રમે, તો આકાશ દીપ કે અર્શદીપ સિંહમાંથી કોઈને રમવાની તક મળી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે કુલદીપ યાદવ પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરી શકે છે. આવી સ્થિતિમાં, સમય જ બતાવશે કે કેપ્ટન ગિલ બીજી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલો ફેરફાર કરે છે.

આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાએ ટી20માં સદી ફટકારી ઈતિહાસ રચી દીધો, ઈંગ્લેન્ડની ટીમના ભુક્કા કાઢી નાખ્યા

Back to top button