આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાવર્લ્ડ

34 વર્ષ પછી પાછળ પડ્યુ જાપાન, હવે દુનિયાનો સૌથી મોટો ધિરાણકર્તા દેશ બન્યો જર્મની

ટોક્યો, 28 મે, 2025: શું તમે જાણો છો કે જાપાન કે જે છેલ્લા ત્રણ દશકાથી દુનિયાનો સૌથી મોટો ધિરાણકર્તા દેશ હતો તેની સ્થિતિ હવે બદલાઇ ચૂકી છે? 1991થી સતત આ યાદીમાં ટોચ પર રહેનારુ જાપાન હવે બીજ નંબરે પહોંચી ગયુ છે અને તેની જગ્યા જર્મનીએ લઇ લીધી છે.

જાણો, શું છે સમગ્ર મામલો?

જાપાન હંમેશા પોતાની મજબૂત ચાલુ ખાતાની સરપ્લસ (CAS) અને વિદેશી રોકાણોને કારણે ચોખ્ખા ધિરાણકર્તા દેસ તરીકે ઊભરી આવ્યો હતો. પરંતુ 2024ના આંકડા બતાવે છે હવે આ મામલે જર્મનીએ બાજી મારી લીધી છે.

જાપાન પાસે હજુ પણ રેકોર્ડ વિદેશી સંપત્તિઓ છે, આશરે 3.7 ટ્રિલીયન ડોલરનું હોવાનું મનાય છે અને તે પાછલા વર્ષ કરતા 13 ટકા વધુ છે, તેમ છતાં જર્મની તેનાથી આગળ નીકળી ગયુ છે, જેની ચોખ્ખી વિદેશી સંપત્તિ 569 ટ્રિલીયન યેન સુધી પહોંચી ગઇ છે.

જર્મની આગળ કેમ નીકળી ગયું, જાણો કારણ

2024માં જર્મનીની ચાલુ ખાતાની સરપ્લસ 248.7 બિલિયન યુરો હતી, જે તેના મજબૂત વેપાર પ્રદર્શનને કારણે શક્ય બન્યુ હતું. તે જ સમયે, જાપાનની સરપ્લસ 29.4 ટ્રિલિયન યેન (લગભગ 180 બિલિયન યુરો) હતી. એ પણ નોંધનીય છે કે યેન અને યુરો વચ્ચે વિનિમય દરમાં 5 ટકાનો તફાવત હતો, જેના કારણે જર્મન સંપત્તિનું મૂલ્ય જાપાની યેનમાં વધુ ઊંચું લાગવા લાગ્યું હતું.

શું જાપાને ચિંતા કરવી જોઈએ?

જાપાનના નાણામંત્રી કાત્સુનોબુ કાટોએ સ્પષ્ટપણે કહ્યું કે જાપાનની વિદેશી સંપત્તિ સતત વધી રહી છે અને આ રેન્કિંગ કોઈ મોટો ફેરફાર દર્શાવતું નથી. તેમણે કહ્યું કે જાપાની કંપનીઓનું ખાસ કરીને યુએસ અને યુકે જેવા દેશોમાં રોકાણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યું છે. આનું કારણ છે નબળો યેન, જેણે કંપનીઓ માટે વિદેશમાં રોકાણને નફાકારક સોદો બનાવ્યો છે.

હવે આગળ શું?

નિષ્ણાતો માને છે કે જાપાનનું ધ્યાન હવે વિદેશી સિક્યોરિટીઝ (વિદેશી બોન્ડ, શેર વગેરે)થી સીધા રોકાણ (કંપનીઓમાં સીધો હિસ્સો) તરફ ગયું છે. આનો અર્થ એ થયો કે હવે જાપાની રોકાણકારો કોઈ કંપની ખરીદ્યા પછી એટલી સરળતાથી બહાર નીકળી શકતા નથી જેમ કે તેઓ બહાર નીકળવા માટે બોન્ડનું વેચાણ કરતા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત નીતિઓ, ટેરિફ અને વેપાર નીતિઓ પણ આમાં ભૂમિકા ભજવી શકે છે. કેટલીક કંપનીઓ અમેરિકામાં તેમની હાજરી વધારી શકે છે, જ્યારે કેટલીક જાપાન પાછા ફરવાનું વિચારી શકે છે.

રેન્કિંગ ભલે બદલાયું છે, પરંતુ તાકાત યથાવત છે

જાપાન ભલે નંબર 1 નું સ્થાન છોડીને નંબર 2 પર આવી ગયું હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય રોકાણમાં તેની આર્થિક તાકાત અને પકડ હજુ પણ મજબૂત છે. આ ફક્ત રેન્કિંગનો ખેલ છે, વાસ્તવિક વાર્તા એ છે કે કંપનીઓની લાંબા ગાળાની વ્યૂહરચના, વિદેશી બજારોમાં તેમનો હિસ્સો અને ભવિષ્યમાં તેઓ તેમના રોકાણમાં કેવી રીતે વધારો કરે છે તે છે.

આ પણ વાંચોઃ એલન મસ્કન પિતા એરોલ મસ્ક જૂનમાં આવશે અયોધ્યા મંદિર

Back to top button