ટ્રેન્ડિંગબિઝનેસ

₹2.80 કરોડ પર ‘ઝીરો’ ટેક્સ: શું તમે પણ તેનો લાભ લઈ શકો છો? જાણો કલમ 54F ના નિયમો

આવકવેરા અપીલીય ટ્રિબ્યુનલ (ITAT) ની હૈદરાબાદ બેન્ચે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા ટેક્સપેયરને મોટી રાહત આપી છે. કોર્ટે આવકવેરા અધિનિયમની કલમ 54F હેઠળ ₹2.80 કરોડની ટેક્સ છૂટને મંજૂરી આપી છે, જે અગાઉ વિભાગ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

​શું હતો સમગ્ર વિવાદ?

​બ્રિટનમાં રહેતા રેવંત નામના વ્યક્તિએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન પાંચ વિલા ₹5.26 કરોડમાં વેચ્યા હતા. આ વેચાણ પર તેમને ₹3.41 કરોડનો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) થયો હતો. રેવંતે આ રકમમાંથી ₹2.80 કરોડનું નવી મિલકતમાં રોકાણ બતાવી કલમ 54F હેઠળ ટેક્સ છૂટનો દાવો કર્યો હતો.

​જોકે, સમસ્યા એ હતી કે નવી પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન રેવંતના બદલે તેમની બહેન શ્રેયા ના નામે કરવામાં આવ્યું હતું. આવકવેરા અધિકારીએ આ કારણ આગળ ધરીને ટેક્સ છૂટનો દાવો રદ કર્યો હતો અને દલીલ કરી હતી કે રજિસ્ટ્રેશન બીજાના નામે હોવાથી રેવંત તેના કાયદેસરના માલિક ગણાય નહીં.

​ટેક્સપેયરની દલીલ અને પુરાવા

​રેવંતે દલીલ કરી હતી કે તે વિદેશમાં હોવાથી અને રજિસ્ટ્રેશન સમયે ભારત આવી શકે તેમ ન હોવાથી લોજિસ્ટિકલ સરળતા માટે મિલકત બહેનના નામે લીધી હતી. તેમણે નીચેના પુરાવા રજૂ કર્યા:

​બિલ્ડરનું એલોટમેન્ટ લેટર રેવંતના નામે હતું.

​₹65 લાખનું બુકિંગ અમાઉન્ટ રેવંતના ખાતામાંથી ચૂકવાયું હતું.

​કુલ ₹4.31 કરોડની ચુકવણી પિતા સાથેના જોઈન્ટ બેંક ખાતામાંથી થઈ હતી.

​બહેન શ્રેયાએ લેખિતમાં ખાતરી આપી કે તે આ મિલકતની વાસ્તવિક માલિક નથી.

​કોર્ટનો મહત્વનો ચુકાદો

​ITAT એ તમામ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ માન્યું કે જો રોકાણ માટેના નાણાં ટેક્સપેયરે ચૂકવ્યા હોય, તો માત્ર બીજાના નામે રજિસ્ટ્રેશન હોવાના આધારે છૂટ નકારી શકાય નહીં. અગાઉ પત્ની કે અપરિણીત બાળકોના કિસ્સામાં આવી છૂટ મળતી હતી, પરંતુ આ કિસ્સામાં બહેનના નામે હોવા છતાં કોર્ટે રેવંતની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

​શું છે કલમ 54F?

​આ કલમ હેઠળ વ્યક્તિ કે HUF શેર અથવા સોના જેવી બિન-રહેણાંક મિલકત વેચીને જે નફો મેળવે, તે જો ભારતમાં કોઈ રહેણાંક મિલકતમાં નિર્ધારિત સમય મર્યાદામાં રોકાણ કરવામાં આવે, તો ટેક્સમાં છૂટ મેળવી શકે છે. આ છૂટની મહત્તમ મર્યાદા ₹10 કરોડ સુધીની છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચોઃ Vikat Sankashti Chaturthi 2026: વિકટ સંકષ્ઠી ચતુર્થી ક્યારે? 5 એપ્રિલ કે 6 એપ્રિલ? જાણો આ નિયમો

આ પણ વાંચોઃ Grahan in April 2026: એપ્રિલમાં ગ્રહણ લાગશે કે નહિ, જાણો ક્યારે છે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button