IPL માં ‘પાકિસ્તાની’ ક્રિકેટરની એન્ટ્રી! દિલ્હી કેપિટલ્સે બેન ડકેટની જગ્યાએ આપી તક

IPL 2026: IPL 2026ની વચ્ચે દિલ્હી કેપિટલ્સે ઈંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર રેહાન અહેમદને પોતાની ટીમમાં સામેલ કરીને મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાની મૂળના રેહાનને બેન ડકેટના સ્થાને ટીમમાં સાઈન કરવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સે રેહાનને 75 લાખ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો છે અને તે હવે સમગ્ર સિઝન માટે ટીમનો હિસ્સો રહેશે.
બેન ડકેટ પર પ્રતિબંધની શક્યતા
બેન ડકેટે ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. એશેઝ પ્રવાસ બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, અહેવાલો મુજબ, લીગ અધવચ્ચે છોડવા બદલ તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. અગાઉ હેરી બ્રૂકને પણ આવી જ પરિસ્થિતિમાં સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો.
રેહાન અહમદનો શાનદાર રેકોર્ડ
18 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કરનાર રેહાન વિશ્વભરની T20 લીગમાં રમી ચૂક્યો છે. તેના T20 કરિયરમાં તેણે 97 મેચમાં 85 વિકેટ લીધી છે અને 1071 રન પણ બનાવ્યા છે. 2025ની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેણે લિસેસ્ટરશાયર માટે 760 રન અને 23 વિકેટ લઈને ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત T20 વર્લ્ડ કપ 2026માં પણ તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું.
પરિવાર અને પાકિસ્તાન કનેક્શન
રેહાન અહમદના પિતા નઈમ અહમદ પાકિસ્તાનમાં ઉછર્યા હતા અને બાદમાં ઈંગ્લેન્ડ સ્થાયી થયા હતા. રેહાન ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી છે. તેના બંને ભાઈઓ પણ ક્રિકેટ સાથે જોડાયેલા છે, જે તેના પરિવારમાં ક્રિકેટ પ્રત્યેના ઝનુનને દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે દિલ્હી કેપિટલ્સ માટે રેહાન પ્લેઓફની રેસમાં કેટલો ઉપયોગી સાબિત થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વિદેશી દારૂના નવા ભાવ જાહેર, ટોપ બ્રાન્ડ્સ હવે વધુ મોંઘી
આ પણ વાંચોઃ યુસુફ પઠાણના સસરા અને સાળાની જામીન અરજી ફગાવાઈ: હુમલાના કેસમાં મુંબઈ કોર્ટે આપ્યો આંચકો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












