IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

આઈપીએલ 2025 SRH vs PBKS : હૈદરાબાદ સામે પંજાબે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે

હૈદરાબાદ, 12 એપ્રિલ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-27 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં છે. આ મેચમાં પંજાબ કિંગ્સ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા જઈ રહી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી હતી. પરંતુ આ પછી હૈદરાબાદની ટીમ સતત ચાર મેચ હારી છે. બીજી તરફ પંજાબ કિંગ્સે ચારમાંથી ત્રણ મેચ જીતી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે, જેમાંથી હૈદરાબાદે 16 મેચ જીતી છે. જ્યારે પંજાબ કિંગ્સને 7 મેચમાં સફળતા મળી હતી. ગત સિઝનમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો વિજય થયો હતો.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ-11

પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, નેહલ વાધેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ-11

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જીશાન અંસારી, મોહમ્મદ શમી, ઈશાન મલિંગા.

Back to top button