IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

આઈપીએલ 2025 : કૃણાલ પંડ્યાના અણનમ 73 અને કોહલીના 51 રન, દિલ્હીને ઘરઆંગણે બેંગ્લોરે 6 વિકેટે હરાવ્યું

નવી દિલ્હી, 27 એપ્રિલ : આઈપીએલ 2025માં 46મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને ફિલ્ડિંગનો ફેંસલો કર્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે કૃણાલ પંડ્યાના અણનમ 73 અને કોહલીના 51 રનની મદદથી 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

163 રનના લક્ષ્યાંકના જવાબમાં આરસીબીની શરૂઆત સારી રહી ન હતી. ત્રીજી ઓવરમાં જ અક્ષર પટેલે બેથેલની વિકેટ લીધી. બેથેલના બેટમાંથી ફક્ત 12 રન જ આવ્યા હતા. આ પછી, તે જ ઓવરમાં, દેવદત્ત પડિકલ પણ ખાતું ખોલાવ્યા વિના અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. આ દરમિયાન, રજત પાટીદાર પણ ચોથી ઓવરમાં રન આઉટ થયો હતો. એટલે કે RCB ને બે ઓવરમાં ત્રણ ઝટકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલી વચ્ચે ભાગીદારી થઈ હતી.

પહેલા બેટિંગ કરવા આવેલી દિલ્હીની શરૂઆત સારી રહી ન હતી. વિસ્ફોટક બેટિંગ કરી રહેલા અભિષેક પોરેલ ચોથી ઓવરમાં જ આઉટ થઈ ગયા. તેનો શિકાર હેઝલવુડે કર્યો હતો, જેની પાસે હવે પર્પલ કેપ છે. આ પછી, કરુણ નાયરની વિકેટ બીજી જ ઓવરમાં પડી ગઈ હતી. નાયરના બેટમાંથી ફક્ત 4 રન આવ્યા હતા.

આ પછી ફાફ અને કેએલ રાહુલ વચ્ચે સારી ભાગીદારી થઈ. પરંતુ 10મી ઓવરમાં, ફાફની વિકેટ કૃણાલ પંડ્યાએ લીધી. ફાફે 22 રન બનાવ્યા હતા. આ પછી અક્ષર પટેલ પણ માત્ર 15 રન બનાવીને હેઝલવુડનો શિકાર બન્યો. 14મી ઓવરમાં તેની વિકેટ પડી ગઈ. આ પછી, કેએલ રાહુલ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી પરંતુ રાહુલના બેટમાંથી 39 બોલમાં ફક્ત 41 રન જ આવ્યા હતા. પરંતુ આ પછી, સ્ટબ્સે એક ટૂંકી જ્વલંત ઇનિંગ્સ રમી, જેના આધારે દિલ્હીની ટીમે RCB માટે 20 ઓવરમાં 163 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન: ફાફ ડુ પ્લેસીસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રીસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, જેકબ બેથેલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપ), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.

Back to top button