IPLઅમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL ફાઈનલમાં આરસીબીની જીત માટે ચાહકોએ રાખી વિચિત્ર બાધા, વાંચીને હસી પડશો

અમદાવાદ, તા. 3 જૂન, 2025: આઈપીએલ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. મેચ પહેલા આઈપીએલ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આરસીબીના ચાહકો કોઈપણ હિસાબે ટીમને ચેમ્પિયન બનતી જોવા માંગે છે અને કેટલાક ચાહકોએ વિચિત્ર બાધા પણ રાખી છે. સોશિયલ મીડિયા પર ટીમનો નારો આ વર્ષે કપ અમારો છે સ્લોગન ટ્રેન્ડ થઈ રહ્યું છે.

કેટલાક ચાહકોએ એવા મીમ્સ શેર કર્યા છે જેને જોઈ તમે હસીને બઠ્ઠા વળી જશો. કોઈ લગ્ન ન કરવાની વાત કરે છે તો કોઈ તલાક આપવાની. આરસીબીએ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું ત્યારથી જ આ ટ્રેન્ડ શરૂ થયો છે. ફેંસ મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યા છે.

એક ચાહકે કાઠમાંડુમાં આરસીબીની જીત માટે પશુપતિનાથ મંદિરમાં પ્રાર્થના કરી હતી. એક ચાહક ઘૂંટણથી મંદિરના પગથિયા ચડતો જોવા મળ્યો હતો. જેના પરથી ચાહકો આરસીબીની જીત માટે શું શું કરી રહ્યા છે તે ખબર પડે છે.

કેટલાક ચાહક એવા પણ છે જેમણે પોસ્ટર શેર કરીને લખ્યું કે, આરસીબી ટ્રોફી જીતશે પછી જ તે લગ્ન કરશે. જ્યારે અમુક જો આરસીબી નહીં જીતે તો પત્નીને છૂટાછેડા આપવાની વાત પણ કરે છે. જોકે આ બધા મીમ્સ મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ વરસાદના કારણે અમદાવાદમાં IPLની ફાઈનલ રદ થાય તો કોણ ચેમ્પિયન બનશે? જાણો શું છે નિયમ

Back to top button