આઈપીએલ 2025 : ઘર આંગણે દિલ્હીની ઈનિંગ ધીમી રહી, બેંગ્લુરુને જીત માટે આપ્યો આ ટાર્ગેટ

નવી દિલ્હી, 27 એપ્રિલ : આઈપીએલ 2025માં 46મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને ફિલ્ડિંગનો ફેંસલો કર્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા અને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો છે.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન: ફાફ ડુ પ્લેસીસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રીસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, જેકબ બેથેલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપ), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.
હેડ ટુ હેડ રેકોર્ડ
દિલ્હી અને આરસીબી બંને પ્લે-ઓફમાં પ્રવેશ કરશે તેવી અપેક્ષા છે. બંને ટીમો વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. જેમાંથી દિલ્હીએ 12 મેચ જીતી છે અને બેંગલુરુએ 19 મેચ જીતી છે. એકનું કોઈ પરિણામ આવ્યું નહીં. 2021 થી, દિલ્હીએ આરસીબી સામે સાતમાંથી ફક્ત બે મેચ જીતી છે. દિલ્હીએ અરુણ જેટલી સ્ટેડિયમમાં આરસીબી સામે 10 મેચ રમી છે અને છમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીની ટીમ ઘરઆંગણે આરસીબી સામે માત્ર ચાર મેચ જીતી શકી છે.












