IPLમાં પ્રથમ વખત વિદેશી ખેલાડીએ કર્યું આ કારનામું, દિગ્ગજો પણ નથી આસપાસ
કોલકાતા, તા. 4 મે, 2025: આઈપીએલ 2025નો 53મો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો કોલકાતાએ આન્દ્રે રસેલની અડધી સદી અને છેલ્લી ઓવરમાં રિંકુ સિંહની વિસ્ફોટક ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સ માટે 207 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. કોલકાતા માટે, રસેલે 25 બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 57 રન બનાવ્યા હતા, જ્યારે રિંકુએ છ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 19 રન બનાવ્યા હતાય આ બંને બેટ્સમેનોની શાનદાર ઇનિંગ્સને કારણે કોલકાતાએ 20 ઓવરમાં ચાર વિકેટે 206 રન બનાવ્યા હતા
આન્દ્રે રસેલ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. એકવાર તે ક્રીઝ પર સેટ થઈ જાય પછી, તેને રોકવો મુશ્કેલ બની જાય છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેની બેટિંગનું તોફાન જોવા મળ્યું હતું. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં, આન્દ્રે રસેલ 13મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો. આકાશ માધવાલ 16મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો ત્યારે તેણે આ ઓવરમાં કુલ 14 રન બનાવ્યા. આ પછી તેની વિસ્ફોટક બેટિંગ ચાલુ રહી. તેણે મહેશ તીકશનાની ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા અને રન રેટ વધાર્યો હતો.
Pyaar, pyaar aur sirf pyaar 💜 pic.twitter.com/OxLErUeumk
— KolkataKnightRiders (@KKRiders) May 4, 2025
કોલકાતાના મેદાન પર 1000 IPL રન પૂર્ણ કર્યા
આન્દ્રે રસેલે મેચમાં 25 બોલમાં કુલ 57 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર અડધી સદી ફટકારીને તેણે પોતાના 1000 IPL રન પૂરા કર્યા. તે કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર હજાર IPL રન બનાવનાર પ્રથમ વિદેશી બેટ્સમેન બન્યો હતો. સુનીલ નારાયણ બીજા નંબરે છે. આ મેદાન પર તેણે કુલ 672 IPL રન બનાવ્યા છે.
શાનદાર છે દેખાવ
કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાતા પહેલા આન્દ્રે રસેલ દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. તે 2012 થી IPL ની દરેક સીઝનમાં રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 138 IPL મેચોમાં કુલ 2583 રન બનાવ્યા છે, જેમાં 11 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે બોલિંગ દ્વારા ટીમની જીતમાં યોગદાન આપવામાં પણ માહિર છે. તેણે અત્યાર સુધીમાં 123 આઈપીએલ વિકેટ લીધી છે.
આ પણ વાંચોઃ અમને સાથ આપનારા જોઈએ, જ્ઞાન આપનારા નહીં: EU પર લાલઘૂમ થયા એસ જયશંકર












