સાયન્સ એન્ડ ટેકનોલોજી

એપલની ચોંકાવનારી ચેતવણી: 110 દેશોના આઈફોન યુઝર્સ પર ‘Mercenary Spyware’ એટેકનો મોટો ખતરો

Apple Mercenary Spyware Warning: વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની એપલે 110 દેશોના આઈફોન (iPhone) યુઝર્સને એક ગંભીર જાસૂસી ખતરા અંગે લાલબત્તી ધરી છે. કંપનીને શંકા છે કે આ યુઝર્સને અત્યંત અદ્યતન અને ખતરનાક ‘Mercenary Spyware’ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. આ સાયબર એટેક સામાન્ય સાયબર ગુનાઓ કરતાં ક્યાંય વધુ જટિલ અને ઘાતક માનવામાં આવે છે, જેને અંજામ આપવા માટે લાખો ડોલરનો ખર્ચ કરવામાં આવે છે. એપલે અસરગ્રસ્ત યુઝર્સને તાકીદે સિક્યોરિટી ઉપાયો યોજવા કડક સલાહ આપી છે.

શું છે Mercenary Spyware?

એપલના જણાવ્યા અનુસાર, Mercenary Spyware એ આજના સમયનો સૌથી ગંભીર અને અદ્યતન ડિજિટલ ખતરો છે. આ હુમલાઓમાં હેકર્સ ચોક્કસ વ્યક્તિ કે જૂથને ટાર્ગેટ કરવા માટે અકલ્પનીય સંસાધનો અને નાણાંનો ઉપયોગ કરે છે. આવા ઓપરેશન્સ ચલાવવા માટે લાખો ડોલરનો ખર્ચ થાય છે અને તે ખૂબ જ ટૂંકા સમયગાળા માટે સક્રિય કરવામાં આવતા હોવાથી તેને ટ્રેક કરવા કે શોધવા અત્યંત મુશ્કેલ બની જાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હેકર્સના રડાર પર કોણ?

સાયબર સિક્યોરિટી રિસર્ચર્સ, પત્રકારો અને સત્તાવાર અહેવાલોને ટાંકીને એપલે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાઓ પાછળ સરકારી એજન્સીઓ અથવા શક્તિશાળી ખાનગી કંપનીઓનો હાથ હોઈ શકે છે. આ સ્પાયવેર એટેક મુખ્યત્વે પત્રકારો, રાજકારણીઓ, સામાજિક કાર્યકરો અને રાજદ્વારીઓ જેવી હાઈ-પ્રોફાઈલ હસ્તીઓને લક્ષ્ય બનાવીને કરવામાં આવે છે. એપલની સિક્યોરિટી નોટિફિકેશનનો મુખ્ય હેતુ આવા હાઈ-રિસ્ક યુઝર્સને સમયસર ચેતવણી આપવાનો છે.

લોકડાઉન મોડ સક્રિય કરવાની અપીલ

જો કોઈ યુઝરને એપલ તરફથી થ્રેટ નોટિફિકેશન મળે, તો કંપનીએ તરત જ આઈફોનમાં ‘લોકડાઉન મોડ’ એક્ટિવેટ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, જરૂર પડ્યે ગેર-સરકારી સંસ્થા ‘Access Now’ ની ડિજિટલ સિક્યોરિટી હેલ્પલાઇન જેવી નિષ્ણાત સંસ્થાઓની મદદ લેવા પણ જણાવાયું છે. સુરક્ષાના ભાગરૂપે ડિવાઈસને લેટેસ્ટ સોફ્ટવેરથી અપડેટ રાખવું, મજબૂત પાસકોડ, ટચ ID અથવા ફેસ ID નો ઉપયોગ કરવો, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ચાલુ રાખવું અને ‘Stolen Device Protection’ ફીચર સક્રિય કરવું અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો: ફ્રી WiFiની લાલચ પડી શકે છે ભારે : જાણો હેકર્સ કેવી રીતે ચોરી કરી રહ્યા છે તમારો પર્સનલ ડેટા

Back to top button