સાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર સૌથી વધુ શું જુએ છે? મેટાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો!

Instagram Reels Trends 2026: ઇન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram Reels) હાલમાં ભારતમાં મનોરંજન અને માહિતી મેળવવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયા જાયન્ટ ‘મેટા’ (Meta) દ્વારા કરવામાં આવેલા એક નવા રસપ્રદ અભ્યાસમાં ખુલાસો થયો છે કે વર્ષ 2026 માં ભારતીય યુઝર્સ રીલ્સ પર કેવા પ્રકારનો કન્ટેન્ટ જોવાનું સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. ઇપ્સોસ (Ipsos) એજન્સી દ્વારા દેશભરના 23 શહેરો અને ગ્રામીણ વિસ્તારોના 4000 થી વધુ લોકો પર આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ભારતમાં સુંદરતા (Beauty), ફેશન, લાઈફસ્ટાઈલ અને ફિટનેસ સંબંધિત વીડિયોઝનો દબદબો સૌથી વધુ છે.

બ્યુટી, ફેશન અને ફિટનેસ વીડિયોમાં સૌથી વધુ એંગેજમેન્ટ

મેટાના સત્તાવાર અહેવાલ મુજબ, ભારતીય યુઝર્સ હવે માત્ર ટાઈમપાસ માટે નહીં પરંતુ લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરવા માટે રીલ્સ જોઈ રહ્યા છે. સર્વેક્ષણમાં સામેલ 52% લોકોએ બ્યુટી, મેકઅપ અને ફેશન ટ્રેન્ડ્સ સાથે સંબંધિત રીલ્સ સાથે સૌથી વધુ જોડાણ (Engagement) દર્શાવ્યું છે. જ્યારે બીજા ક્રમે લાઈફસ્ટાઈલ અને હેલ્થ-ફિટનેસ સંબંધિત કન્ટેન્ટ 42% એંગેજમેન્ટ સાથે રહ્યું છે. આ સિવાય કોમેડી વીડિયોને 39%, સ્પોર્ટ્સ કન્ટેન્ટને 38% અને ટ્રાવેલ (મુસાફરી) ના વીડિયોને 37% એંગેજમેન્ટ મળ્યું છે. આ આંકડા સાબિત કરે છે કે રીલ્સ હવે માહિતી મેળવવાનું મોટું હબ બની ગયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શોપિંગ કલ્ચર બદલાયું: 81% યુઝર્સ રીલ્સ જોઈને પ્રોડક્ટ્સ ખરીદે છે

આ રિપોર્ટનો સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ હવે લોકોના ખરીદી કરવાના નિર્ણયોને સીધી રીતે પ્રભાવિત કરી રહી છે. અભ્યાસ મુજબ, 81% યુઝર્સ સોશિયલ મીડિયા પર રીલ્સ જોઈને જ નવી પ્રોડક્ટ્સ વિશે માહિતી મેળવે છે. આ સિવાય 66% લોકો કોઈપણ બ્રાન્ડ પસંદ કરતા પહેલા રીલ્સના રિવ્યૂથી પ્રભાવિત થાય છે, જ્યારે 47% લોકો રીલ્સ જોયા બાદ જ વસ્તુ ખરીદવાનો આખરી નિર્ણય લે છે. ખાસ કરીને ‘જેન ઝી’ (Gen Z) એટલે કે આજની યુવા પેઢીમાં આ ક્રેઝ ઘણો વધારે છે, જ્યાં 84% યુવાનો નવી બ્રાન્ડ શોધવા માટે મેટા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ગ્રામીણ ભારતમાં પણ 73% લોકો નવી પ્રોડક્ટ્સની શોધ માટે રીલ્સ પર નિર્ભર છે.

શહેરો અને ગામડાઓમાં રીલ્સનો ક્રેઝ એકસમાન

અહેવાલ દર્શાવે છે કે વીડિયો કન્ટેન્ટ જોવાની બાબતમાં હવે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેનો તફાવત લગભગ નાબૂદ થઈ ગયો છે. સર્વેમાં સામેલ 97% ઇન્ટરનેટ યુઝર્સે સ્વીકાર્યું છે કે તેઓ દરરોજ મેટા પ્લેટફોર્મ (ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક) પર વીડિયો જુએ છે. શહેરી વિસ્તારોમાં દૈનિક વીડિયો એંગેજમેન્ટ 98% છે, તો તેની સામે ગ્રામીણ ભારતમાં આ આંકડો 94% જેટલો ઊંચો છે. Gen Z યુઝર્સમાં 89% યુવાનો દરરોજ રીલ્સ જોવામાં સમય વિતાવે છે. મેટાનો દાવો છે કે માર્કેટમાં ઉપલબ્ધ અન્ય શોર્ટ વીડિયો એપ્સની સરખામણીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ કન્ટેન્ટ ક્રિએટર્સને 60% વધુ યુઝર કનેક્ટિવિટી પૂરી પાડે છે.

આ પણ વાંચો: Google Photosનું નવું ફીચર, હવે ફોટા શેર કરવાની ઝંઝટ થશે દૂર

Back to top button