સોનમને બચાવી રહી છે બહેનપણીઓ? રાજા રઘુવંશીના ભાઈનો ચોંકાવનારો આરોપ

નવી દિલ્હીઃ 12 ડિસેમ્બર, 2025: ઇન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની હત્યાકાંડના કેસમાં ફરી સાક્ષી લેવામાં આવી હતી. ઇન્દોરની જિલ્લા કોર્ટ સ્થિત ઇ-સેવા કેન્દ્રના માધ્યમથી આ સાક્ષી લેવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી સોનમની બે બહેનપણી વીડિયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા ઇન્દોરની કોર્ટમાં હાજર થઈ હતી.
સોહરા કોર્ટમાં આરોપી રાજ, વિકાસ, આકાશ અને આનંદને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે સોનમને પણ વીસી દ્વારા રજૂ કરવામાં આવી હતી. સાક્ષીની પ્રક્રિયા પૂરી થયા બાદ બંને યુવતીઓએ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
સાક્ષીમાં ફેરફારનો આક્ષેપ
આ સંદર્ભે મૃતક રાજા રઘુવંશીના ભાઈ વિપિન રઘુવંશીએ એક નિવેદન જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે જણાવ્યું કે, બંને સાક્ષીમાંથી એકનું નિવેદન આજે પૂરું થયું છે, જેમાં હવે ડિફેન્સના નિવેદન પૂરા થયા છે અને તે નિવેદનોમાં ક્યાંક ને ક્યાંક બદલાવ આવ્યો છે.
સંડોવણીનો આરોપ
તેમનું માનવું છે કે, ડિફેન્સે નિવેદનમાં કેટલાક ફેરફાર કર્યા છે. વિપિન રઘુવંશીએ એવી આશંકા વ્યક્ત કરી કે ગોવિંદની ઓફિસમાં કામ કરતી આ છોકરીઓ પણ આ મામલે સંડોવાયેલી હતી અને આજે તે સોનમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
વિપિન રઘુવંશીએ કહ્યું કે, તેમને કયા પ્રકારના બયાન થયા તેની માહિતી નથી મળી, પરંતુ એટલું ખબર છે કે ડિફેન્સના બયાન બદલી દેવામાં આવ્યા છે.
સોનમના ચહેરા પર પસ્તાવો નહોતો
થોડા દિવસો પહેલાં મૃતક રાજા રઘુવંશીના ભાઈ વિપિન રઘુવંશીનું નિવેદન કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્ય આરોપીઓમાંની એક સોનમ રઘુવંશીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જ્યાં મેજિસ્ટ્રેટે વિપિન દ્વારા સોનમની શિનાખ્ત કરાવી હતી. વિપિન રઘુવંશીએ વીડિયો કોન્ફરન્સિંગ પર સોનમનો ચહેરો જોયા બાદ જણાવ્યું કે, તેના ચહેરા પર કોઈ પ્રકારની સળ (શિકન) કે પસ્તાવોનો કોઈ ભાવ નહોતો.
મેઘાલયમાં મળ્યો હતો મૃતદેહ
નોંધનીય છે કે, ઇન્દોરના સોનમના પતિ રાજા રઘુવંશી મેઘાલયમાં હનીમૂન દરમિયાન 23 મેના રોજ ગુમ થયા હતા. તેમનો વિકૃત મૃતદેહ પૂર્વીય ખાસી હિલ્સ જિલ્લાના ચેરાપુંજીમાં એક ધોધ નજીક ઊંડી ખીણમાંથી 2 જૂને મળી આવ્યો હતો. આ મામલે સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ તુર્કીયેમાં અચાનક બની પડી ગયા 700 ઊંડા ખાડા… જાણો કેમ પાતાળમાં સમાઇ ગયો આખો વિસ્તાર
આ પણ વાંચોઃ વિશ્વને ચોંકાવાની તૈયારી? અમેરિકા બનાવવા જઈ રહ્યું છે નવું ગ્રુપ, દુશ્મનો સાથે બેસશે ટ્રમ્પ!












