સાવધાન! તમારી ફ્લાઈટ તમારી સાથે આવું પણ કરે અને તમને થઈ શકે લાખોનું નુકસાન, પૂરતી કાળજી લો
રાજસ્થાન, 7 જૂન, 2025: Indigo Airlines Negligence: અનેકવાર લોકો કોઈ જરૂરી કામ પૂર્ણ કરવા અથવા ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે ફ્લાઇટનો ઉપયોગ કરે છે. આવા જ એક વ્યક્તિ છે ચયન ગર્ગ, જેણે જયપુરથી મુંબઈ એક મહત્ત્વપૂર્ણ બિઝનેસ મીટિંગ માટે રવાના થવાનું હતું. તે સવારે 4:40 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા. 5:10 વાગ્યે સિક્યોરિટી ચેક પણ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી તો બધુ જ બરાબર હતુ. જોકે, આ દરમિયાન એક ઈન્ડિગો સ્ટાફે 10-15 મિનિટમાં બોર્ડિંગ શરૂ થવાની જાણકારી આપી.
જાહેરાત વિના બોર્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું
આટલું સાંભળીને ચયન થોડા સમય માટે ટોઇલેટમાં ગયો. જ્યારે તે 12 મિનિટ પછી પાછો ફર્યો ત્યારે તેને ખબર પડી કે બોર્ડિંગ બંધ થઈ ગયું છે અને ફ્લાઇટ રવાના થઈ ગઈ છે. ચયનને ખૂબ નવાઈ લાગી કારણ કે, મુંબઈ જતી ફ્લાઇટ માટે ન કોઈ જાહેરાત થઈ હતી અને ન તો કોઈ કૉલ આવ્યો હતો. આ અંગે સ્પષ્ટતા કરતા સ્ટાફે જણાવ્યું કે, જયપુર એરપોર્ટ ‘સાયલન્ટ એરપોર્ટ’ છે. એટલે કે, ત્યાં ફ્લાઇટ માટે જાહેરાત કરવામાં આવતી નથી. આ અંગે ચયનએ કહ્યું કે તેણે દેહરાદૂન જતી ફ્લાઇટ માટે જાહેરાત સાંભળી છે.
ચયનને થયું લાખોનું નુકસાન
ચયન માટે મુંબઈ જવું ખૂબ જ મહત્ત્વનું હતું. તેણે એરલાઇન સ્ટાફને હાથ જોડીને વિનંતી કરી અને પોતાની પરિસ્થિતિ વિશે માહિતી આપી. પરંતુ, તેને કોઈ મદદ ન મળી. ન તો તેને કોઈ બીજી ફ્લાઇટ ઓફર કરવામાં આવી, ન તો રિફન્ડ મળ્યું અને ન તો કોઈ સહાનુભૂતિ. બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટ ચયને સોશિયલ મીડિયા પ્લેટફોક્મ લિંક્ડઇન પર કહ્યું છે કે, ઇન્ડિગોની આ બેદરકારીને કારણે, તેણે એક ક્લાયન્ટ ગુમાવ્યો અને 2.65 લાખનું નુકસાન થયું.
ઇન્ડિગો પર કર્યા પ્રહાર
આ વિશે ચયને ઇન્ડિગો પર પ્રહારો કર્યા. તેણે કહ્યું ક, ‘વાત અહીં ફક્ત એક ફ્લાઇટ રદ થવાની નહતી પરંતુ, વાત જવાબદેહી અને માનવતાની છે. શું આ ભારતની નંબર વન એરલાઇનની કસ્ટમર સર્વિસ છે? આપણે ગ્રાહક અનુભવ અને સર્વિસ એક્સીલન્સને લઈને મોટી-મોટી વાતો કરીએ છીએ, પરંતુ ખરેખર તેની જરૂર છે ત્યારે કોઈ દેખાતું નથી.’
આ પણ વાંચોઃ મે-2025માં ભારતમાં કારના વેચાણમાં 3%નો ઘટાડો નોંધાયોઃ જાણો કેમ એવું થયું?
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર ચૂંટણીને લઈ રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચે શું આપ્યો જવાબ? જાણો વિગતવાર












