મહારાષ્ટ્ર ચૂંટણીને લઈ રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચે શું આપ્યો જવાબ? જાણો વિગતવાર

મુંબઈ, તા. 7 જૂન, 2025: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો છે અને આ દરમિયાન તેમણે ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો દાવો કર્યો હતો. આ અંગે ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપો પર જવાબ આપતા કહ્યું કે, મહારાષ્ટ્રની મતદાર યાદી સામે લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપો કાયદાના શાસનનું અપમાન છે.
ચૂંટણી પંચે પોતાના જવાબમાં જણાવ્યું છે કે આ તમામ તથ્યો 24 ડિસેમ્બર, 2024 ના રોજ કોંગ્રેસને મોકલવામાં આવેલા જવાબમાં સામે મૂકવામાં આવ્યા હતા, જે ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ચૂંટણી પંચે ઉમેર્યું કે, એવું લાગે છે કે આવા મુદ્દાઓ વારંવાર ઉઠાવતી વખતે આ તમામ તથ્યોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને ‘કાયદાનો અનાદર’ ગણાવ્યો છે. ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, ‘કોઈપણ વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી માત્ર કાયદાના અનાદરની નિશાની નથી, પરંતુ તે પોતાના રાજકીય પક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા હજારો પ્રતિનિધિઓને પણ બદનામ કરે છે અને ચૂંટણી દરમિયાન અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી કર્મચારીઓનું મનોબળ પણ નીચું કરે છે. મતદારોના કોઈપણ પ્રતિકૂળ નિર્ણય પછી, તે કરવામાં આવશે એમ કહીને ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ કરવો એ સંપૂર્ણપણે નકામી છે.’
Following Lok Sabha LoP Rahul Gandhi’s tweet on Maharashtra election, ECI says, “…unsubstantiated allegations raised against the Electoral Rolls of Maharashtra are affront to the rule of law. The Election Commission had brought out all these facts in its reply to INC on 24th… pic.twitter.com/5M7Gzf1anI
— ANI (@ANI) June 7, 2025
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ એટલી હતાશ કેમ હતી તે સમજવુ મુશ્કેલ નથી. પરંતુ ચૂંટણીમાં ગોટાળા મેચ ફિક્સિંગ જેવું છે, જે પક્ષ છેતરપિંડી કરે છે તે મેચ જીતી શકે છે. પરંતુ આનાથી લોકશાહી સંસ્થાઓ નબળી પડે છે અને જનતા પરિણામોમાંથી વિશ્વાસ ગુમાવે છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, રાહુલ ગાંધીએ બિહારમાં હાર સ્વીકારી લીધી છે. જ્યાં સુધી તેઓ જમીન પર નહીં ઉતરે અને તથ્ય નહીં સમજે ત્યાં સુધી તેમની પાર્ટી હારતી રહશે. તેઓ શું બોલી રહ્યા છે તેમની ખબર નથી.
આ પણ વાંચોઃ વિજ્ઞાન-એન્જિનિયરિંગના સ્નાતકો માટે ISROમાં જોડાવાની તકઃ 18 જૂન સુધી થઈ શકશે અરજી












