સ્વદેશી આંદોલનઃ આ કંપનીના બિઝનેસ વિઝનથી બદલાઇ રહ્યું છે ભારત

નવી દિલ્હી, 13 જૂન, 2025: પોતાના બિઝનેસ મોડેલથી ભારતીય બજારમાં એક નવો ઇતિહાસ રચ્યો છે તેવો પતંજલિ આયુર્વેદે દાવો કર્યો છે. શરૂમાં આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો માટે જાણીતી પતંજલિએ FMCG (ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર ગુડ્ઝ) ક્ષેત્રમાં પોતાની મજબૂત પક્કડ બનાવી છે. પરંતુ હવે આ કંપનીનુ વિઝન FMCGથી આગળ વધીને અન્ય ઉદ્યોગોને બદલવાની દિશામાં છે, તેનો પ્રભાવ ફક્ત આર્થિક જ નહી પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે પણ જોવા મળી રહ્યો છે.
પતંજલિએ શું દાવો કર્યો છે?
પતંજલિનો દાવો છે કે, “કંપનીએ દંત કાંતિ, કેશ કાંતિ અને ઘી જેવા આયુર્વેદિક ઉત્પાદનો સાથે બજારમાં ધૂમ મચાવી છે. તેની સફળતાનું રહસ્ય પોષણક્ષમ ભાવ, સ્વદેશી ઓળખ અને કુદરતી ઘટકો પર ભાર છે. કંપનીએ ગ્રામીણ અને શહેરી બંને બજારોમાં એક મજબૂત વિતરણ નેટવર્ક બનાવ્યું છે, જેના કારણે તે દરેક ગામ સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત, પતંજલિએ નાના ઉદ્યોગો અને ખેડૂતોને સશક્ત બનાવ્યા છે, જે આત્મનિર્ભર ભારત મિશનનો એક ભાગ છે. આ કંપની ખેડૂતો પાસેથી સીધા કાચો માલ ખરીદીને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપે છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે.”
કંપની કહે છે કે, “FMCG ઉપરાંત, પતંજલિએ નાણાકીય સેવાઓમાં પણ ઝંપલાવ્યુ છે. તાજેતરમાં, કંપનીએ મેગ્મા જનરલ ઇન્શ્યોરન્સમાં હિસ્સો ખરીદીને વીમા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આ પગલું તેના વ્યાવસાયિક પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત, પતંજલિએ શિક્ષણ, આરોગ્યસંભાળ અને સંશોધનમાં રોકાણ કરીને તેની સામાજિક જવાબદારી નિભાવી છે. કંપનીએ 30થી વધુ દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ શરૂ કરી હતી, જેનાથી ભારતની વૈશ્વિક વિશ્વસનીયતામાં વધારો થયો છે.”
અમારા વ્યવસાય મોડેલે ‘મેક ઇન ઇન્ડિયા’ – પતંજલિને પ્રોત્સાહન આપ્યું
પતંજલિનો દાવો છે કે, “અમારું વ્યવસાય મોડેલ ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપે છે. અમે MSME (મધ્યમ અને નાના ઉદ્યોગો)ને ટેકનિકલ અને વિતરણ સહાય પૂરી પાડીને સ્થાનિક ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કર્યા છે. કંપની આગામી પાંચ વર્ષમાં ભારતની ટોચની FMCG કંપની બનવાનું લક્ષ્ય રાખે છે, જે હિન્દુસ્તાન યુનિલિવર જેવી દિગ્ગજો સાથે સ્પર્ધા કરશે.”
પતંજલિએ કહ્યું, “અમે બજારમાં સ્પર્ધામાં વધારો કર્યો છે એટલું જ નહી, પરંતુ ગ્રાહકોને કુદરતી અને સ્વદેશી વિકલ્પો પણ આપ્યા છે. આનાથી વિદેશી કંપનીઓને આયુર્વેદિક ઉત્પાદનો લોન્ચ કરવાની ફરજ પડી છે. પતંજલિનું વિઝન ભારતને આત્મનિર્ભર બનાવવા તરફની એક ચળવળ છે.”
આ પણ વાંચોઃ ગૂગલ ક્લાઉડમાં આવી મોટી ટેકનિકલ સમસ્યા, સ્પોટીફાઇ, સ્નેપચેટ, યૂટ્યૂબ સહિત અનેક સેવાઓને માઠી અસર












