સપાટ ખુલ્યા બાદ ગગડ્યું ભારતીય શેરબજાર: જાણો સેન્સેક્સ નિફ્ટીની હાલત

નવી દિલ્હી, 15 મે 2025: આજે ભારતીય શેરબજાર હળવા વધારા સાથે સપાટ ખુલ્યું છે. સપ્તાહની શરૂઆતમાં શાનદાર તેજી નોંધાવ્યા બાદ શેરબજાર સતત ગગડી રહ્યું છે. આજે કારોબારી સપ્તાહના ચોથા દિવસ 15 મે, ગુરુવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક સપાટ ખુલ્યા છે. સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 81,150ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 50 પોઈન્ટનો ઘટાડો થયો છે, તે 24,600ના સ્તરે છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેરોમાં તેજી જોવા મળી રહી છે. ટાટા મોટર્સ અને અદાણી પાર્ટ્સ અને ટાટા સ્ટીલમાં 2%નો વધારો છે. ઇન્ડસઇન્ડ બેંક, પાવર ગ્રીડ અને SBIના શેર 1.3% ઘટ્યા છે. નિફ્ટીના 50માંથી 20 શેરોમાં તેજી જોવા મળી રહી છે. NSEના મેટલ સેક્ટર 1.22%, ઓટો 0.76% અને મીડિયામાં 0.97%ની તેજી છે. જ્યારે આઇટી, ફાર્મા, બેંકિંગ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે FMCG, IT, ફાર્મા સેક્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે મીડિયા, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર મુથૂટ ફાઇનાન્સના શેર 4% ઘટ્યા છે અને એક્સિસ બેંકના શેર 0.48% ઘટ્યા છે. આનો પણ આજના નિફ્ટીના ટોચના લુઝર્સમાં સમાવેશ થાય છે. ટોચના લાભાર્થીઓમાં JSW સ્ટીલ અને હિન્દુસ્તાન ઝિંકનો સમાવેશ થાય છે. તેમના શેરમાં 2-1%નો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો..તુર્કી પછી હવે ચીનનો વારો, ભારત ડ્રેગનને પાઠ ભણાવશે












