ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈંડિયાનો સિક્સર કિંગ બન્યો રિષભ પંત, રોહિત શર્માની બરાબરી કરી

Rishabh pant sixer king: ઇંગ્લેન્ડ પ્રવાસ પર રિષભ પંત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે ત્રીજી ટેસ્ટ મેચમાં 74 રનની ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તેણે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે રોહિત શર્માની બરાબરી કરી હતી. બંને ખેલાડીઓએ ટેસ્ટમાં 88-88 છગ્ગા ફટકાર્યા છે.
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા વીરેન્દ્ર સેહવાગે ફટકાર્યા છે. તેમણે ૧૦૪ ટેસ્ટ મેચમાં કુલ ૯૧ છગ્ગા ફટકાર્યા છે. તેમણે ભારત માટે ટેસ્ટમાં ૮૫૮૬ રન બનાવ્યા છે, જેમાં ૨૩ સદીનો સમાવેશ થાય છે.
ઋષભ પંત તેની વિસ્ફોટક બેટિંગ અને ઝડપી ગતિએ રન બનાવવા માટે જાણીતા છે. તેમણે ભારત માટે 46 ટેસ્ટ મેચોમાં કુલ 88 છગ્ગા ફટકાર્યા છે. પંતે અત્યાર સુધીમાં ભારત માટે ટેસ્ટમાં 3364 રન બનાવ્યા છે.
રોહિત શર્માએ ભારત માટે 67 ટેસ્ટ મેચોમાં કુલ 88 છગ્ગા ફટકાર્યા છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને તેણે ટેસ્ટમાં 4301 રન બનાવ્યા છે, જેમાં 12 સદીનો સમાવેશ થાય છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 78 છગ્ગા ફટકાર્યા છે. તેમણે 2014 માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે 90 ટેસ્ટ મેચોમાં કુલ 4876 રન બનાવ્યા હતા. ધોનીએ ટેસ્ટમાં કુલ 6 સદી ફટકારી હતી.
રવિન્દ્ર જાડેજાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 73 છગ્ગા ફટકાર્યા છે. આ સમય દરમિયાન, તેણે ટેસ્ટમાં 3636 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને 25 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: દિલ્હીમાં સલમાન ખાન જેવો હિટ એન્ડ રન કેસ: ઓડી કારે ફુટપાથ પર સૂતેલા 5 લોકોને કચડી નાખ્યા












