ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારતના તથ્યો સામે લાચાર દેખાયા ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયામાંથી ઈમ્પોર્ટ પર બોલ્યા- મને કંઈ ખબર નથી, તપાસ કરાવીશ

વોશિંગટન ડીસી: ભારતે રશિયા સાથે વેપારને લઈને અમેરિકા અને યૂરોપની ટિકા કરતા જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મનંત્રાલયે પશ્ચિમી દેશોના બેવડા માપંદડને ખુલ્લા પાડતા કહ્યું કે, જ્યારે તેઓ ખુદ રશિયા પાસેથી બહોળો વેપાર કરે છે, તો ભારતને ટાર્ગેટ કરવું ખોટી વાત છે.

રસપ્રદ વાત એ છે કે જ્યારે તેના વિશે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મને તેની જાણકારી નથી, હું તેની તપાસ કરાવીશ.

અમેરિકાને અરીસો બતાવવામાં આવ્યો

ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક તરફ અમેરિકા અને યુરોપ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર સવાલ ઉઠાવે છે, અને બીજી તરફ તેઓ પોતે રશિયા પાસેથી જરૂરી ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે.

મંત્રાલયે કહ્યું કે અમેરિકા રશિયા પાસેથી તેના પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ, તેમજ ખાતરો અને રસાયણો મોટા પાયે ખરીદી રહ્યું છે. વિદેશ મંત્રાલયે એ પણ યાદ અપાવ્યું કે યુક્રેન યુદ્ધની શરૂઆતમાં, અમેરિકાએ પોતે ભારતને રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યું હતું, જેથી વિશ્વભરમાં ઊર્જાના ભાવ સ્થિર રહે.

આવી સ્થિતિમાં, ભારત કહે છે કે ફક્ત અમને ઉપદેશ આપવો અને પોતાનો વેપાર ચાલુ રાખવો અન્યાયી છે. ભારત તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે.

યુરોપ પણ વેપારમાં પાછળ નથી

  • ભારતે માત્ર અમેરિકાને જ નહીં પણ યુરોપને પણ અરીસો બતાવ્યો છે. માહિતી અનુસાર:
  • ૨૦૨૪માં યુરોપનો રશિયા સાથે માલનો વેપાર ૬૭.૫ અબજ યુરો હતો.
  • આશ્ચર્યજનક રીતે, ૨૦૨૪માં યુરોપે રશિયા પાસેથી ૧૬.૫ મિલિયન ટન LNG (ગેસ) ખરીદ્યો, જે એક નવો રેકોર્ડ છે.
  • આ વેપાર ફક્ત ઉર્જા પૂરતો મર્યાદિત નથી. યુરોપ રશિયા પાસેથી ખાતર, લોખંડ, સ્ટીલ, મશીનરી અને અન્ય ઘણી વસ્તુઓ પણ ખરીદી રહ્યું છે.

ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે

ભારતનો મેસેજ સરળ અને સ્પષ્ટ છે: “તમે બીજાઓ માટે જે નિયમો બનાવો છો, તે પહેલા તમારા પર લાગુ કરો.”

કોઈપણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત પણ તેની ઉર્જા અને આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સ્વતંત્ર છે. જ્યારે પશ્ચિમી દેશો પોતાના ફાયદા માટે રશિયા સાથે અબજોનો વેપાર કરી રહ્યા છે, ત્યારે ભારતને નૈતિક સલાહ આપવી કેટલી હદ સુધી યોગ્ય છે? ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશનું હિત સર્વોપરી છે અને તે દેશના લોકો માટે જે શ્રેષ્ઠ છે તે કરશે.

આ પણ વાંચો: બેરોજગારી 34 મહિનાઓમાં સૌથી ઓછીઃ લોકો પાસે 9 વર્ષમાં સૌથી વધુ રોજગારઃ CMIE

Back to top button