સાયન્સ એન્ડ ટેકનોલોજી

ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારત સરકારનો ઐતિહાસિક નિર્ણય: સ્માર્ટફોન અને ઓટો પાર્ટ્સ પરની આયાત જકાત નાબૂદ

Import Duty Exemption: કેન્દ્ર સરકારે સ્માર્ટફોન, મેડિકલ સાધનો અને ઈલેક્ટ્રિક વાહનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આ ઉપકરણોના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા અનેક મુખ્ય ઘટકો પરની આયાત જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. સરકારના આ ઐતિહાસિક પગલાથી દેશનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે અને કંપનીઓનો પ્રોડક્શન ખર્ચ ઘટશે.

આ ઘટકો પર હવે 0% ડ્યુટી

સરકારે પસંદગીના ઈલેક્ટ્રોનિક ભાગો પર લાગતી 7.5% અને 5% ની આયાત જકાતને સદંતર નાબૂદ કરી દીધી છે. આ કસ્ટમ્સ ડ્યુટી મુક્તિનો લાભ મોબાઈલ ફોનના વાયરલેસ ચાર્જિંગ મોડ્યુલ, મેડિકલ ડિવાઈસીસ, ઓટોમોબાઈલ ડિસ્પ્લે કમ્પોનન્ટ્સ અને લિથિયમ-આયન સેલ બનાવવા માટે વપરાતા મુખ્ય કાચા માલને મળશે. કેન્દ્રીય જાહેરનામા અનુસાર, આ કરમુક્તિ 31 માર્ચ 2029 સુધી અમલમાં રહેશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એપલ અને શાઓમી જેવી વૈશ્વિક બ્રાન્ડ્સને સીધો ફાયદો

ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સનો વિસ્તાર કરી રહેલી એપલ અને શાઓમી જેવી દિગ્ગજ ટેક કંપનીઓને આ નિર્ણયથી સીધો ફાયદો થશે. ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવાથી ભારતમાં બનેલા સ્માર્ટફોન સસ્તા થઈ શકે છે. આ ઉપરાંત, લિથિયમ-આયન સેલ પરની ડ્યુટી હટવાથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેક્ટરમાં બેટરી ઉત્પાદન માટે કરોડો રૂપિયાના નવા રોકાણની વિપુલ તકો ઊભી થશે.

10 વર્ષમાં ઉત્પાદન 28 ગણું વધ્યું

આ નિર્ણય ભારત સરકારના નાણાકીય વર્ષ 2030 સુધીમાં દેશના ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્શનને $500 બિલિયન સુધી પહોંચાડવાના મેગા પ્લાનનો એક ભાગ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન 28 ગણું વધ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં દેશમાં સ્માર્ટફોન ઉત્પાદનનું કુલ મૂલ્ય રૂ. 5.45 લાખ કરોડ (અંદાજે $57 બિલિયન) સુધી પહોંચવાની પ્રબળ ધારણા છે.

આ પણ વાંચો: ફક્ત 1 મિનિટમાં ચેક કરો, તમારો સ્માર્ટફોન 5G સપોર્ટ કરે છે કે નહીં

Back to top button