આજથી શરૂ થશે ઇન્ડિયા ગ્લોબલ ફોરમ, વિદેશમંત્રી રહેશે હાજર, ભારતનો ડંકો વિશ્વ ફલક પર
આજે ઇન્ડિયા ગ્લોબલ ફોરમ UAEનું દુબઇમાં ઉદ્ગાટન થવાનું છે. જેમાં G20ના પદ માટે ચર્ચા પણ કરવામાં આવશે. આ પાંચ દિવસીય કાર્યક્રમ છે. જે ભારત, સંયુક્ત આરબ અમીરાત (UAE)અને વિશ્વભરના અગ્રણી રાજકીય, વ્યવસાયિક અને સાંસ્કૃતિક હસ્તીઓને એકસાથે લાવશે.
કાર્યક્રમની રૂપરેખા
મહત્વનું છે કે ભારતે 1 ડિસેમ્બરના રોજ ઔપચારિક રીતે G20 નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. G-20નું પ્રમુખપદ સંભાળ્યા બાદ ભારત તરફથી આ પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય ઘટના છે. આજે દુબઈમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમ UAE 2022નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ 12 થી 16 ડિસેમ્બર દરમિયાન દુબઈ અને અબુ ધાબીમાં આયોજિત કરવામાં આવશે. અહી પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં ભારત, UAE સહિત વિશ્વભરમાંથી અગ્રણી રાજકીય, વેપારી અને સાંસ્કૃતિક હસ્તીઓ ભાગ લેશે. આ ઈવેન્ટનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે ભારત અને UAE વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે.
G-20ના અધ્યક્ષપદ પર થશે ચર્ચા
1 ડિસેમ્બરના રોજ ભારતે ઔપચારિક રીતે G20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. ત્યારે આ પાંચ દિવસીય કાર્યક્રમમાં પડકારરૂપ ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય વચ્ચે ભારતની વૈશ્વિક આકાંક્ષાઓ અને G20 અધ્યક્ષપદ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં બાળકો માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા