નેશનલ

ભારતને G20નું પ્રમુખપદ મળતા વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રીએ આપી પ્રતિક્રિયા

Text To Speech

આજે ભારત વિશ્વસ્તરે વધુ એક ઉપલ્બધિ હાંસિલ કરી છે. ભારતને આજથી G20નું પ્રમુખપદ મળ્યું છે. G20નું પ્રમુખપદ મળતા આજથી ભારત આખા વર્ષ માટે વિશ્વના આર્થિક રીતે સમૃદ્ધ દેશોના સમૂહ G20ની અધ્યક્ષતા કરશે. G20નું અધ્યક્ષપદ સંભાળતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો : PM મોદીએ ‘મન કી બાત’માં કહ્યું, G-20 આપણા માટે મોટી તક છે, ભારત પાસે દરેક પડકારનો ઉકેલ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વિટ કરી કહ્યું કે, “આજે જ્યારે ભારત તેની G-20 પ્રેસિડન્સીની શરૂઆત કરી રહ્યું છે, ત્યારે આપણે આવનારા વર્ષમાં વૈશ્વિક ભલાઇ માટે સર્વસમાવેશક, મહત્વાકાંક્ષી અને નિર્ણાયક એજન્ડા તરફ કેવી રીતે કામ કરી શકીએ તેના પર કેટલાક વિચારણા કરી છે.”

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, “આપણે માનવ-કેન્દ્રિત વૈશ્વિકીકરણના – એક નવા દાખલાને આકાર આપવા માટે સાથે મળીને કામ કરવાનું છે. ભારતની અધ્યક્ષતા હવે વિશ્વમાં એકતાની આ સાર્વત્રિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરાશે, તેથી આપણી થીમ- ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે. તે માત્ર એક નારો નથી. તે માનવ સ્થિતિમાં તાજેતરના ફેરફારોને ધ્યાનમાં લે છે, જેને આપણે સામૂહિક રીતે પ્રશંસા કરવામાં નિષ્ફળ ગયા છીએ. આપણા યુગને યુદ્ધનો યુગ બનાવવાની જરૂરત નથી”

વિદેશમંત્રી ડો.એસ જયશંકરે પણ આપી પ્રતિક્રિયા 

ભારતને G20નું અધ્યક્ષપદ મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ભારતનાં વિદેશમંત્રી ડો.એસ જયશંકરે પણ પ્રતિક્રિયા આપી છે. એસ.જયશંકરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “G20 પર યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામમાં આજે વિદ્યાર્થીઓમાં ભારત પ્રત્યેની તેમની રુચિ અને ઉત્સાહને જોઈને આનંદ થયો.”

શું છે G-20 ?

G-20 વિશ્વના વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લા 17 વર્ષની G20 પ્રેસિડન્સી દરમિયાન, આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવા, આંતરરાષ્ટ્રીય કરવેરા તર્કસંગત બનાવવા અને વિવિધ દેશોના વડાઓ પાસેથી દેવાના ભારને ઘટાડવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ પરિણામ સામે આવ્યા છે.

Back to top button