ગુજરાત

ગુજરાતમાં મોંઘવારીનો વધુ એક માર, સરકારી વીજકંપનીઓના ગ્રાહકોનો મરો

  • મહિને રૂ.1,165 કરોડ ફિકસ્ડ કોસ્ટ પેટે વીજસપ્લાયરોને અપાય છે
  • એનટીપીસીને રૂ.312 કરોડ ફિકસ્ડ કોસ્ટ ચૂકવાય છે
  • ફિકસ્ડ કોસ્ટનો બોજો ગ્રાહકોને ટ્રાન્સફર થાય છે

ગુજરાતમાં મોંઘવારીનો વધુ એક માર સામાન્ય લોકો પર પડી રહ્યો છે. જેમાં સરકારી વીજકંપનીઓના ગ્રાહકોનો મરો થયો છે. તેમાં ફિકસ્ડ કોસ્ટના બોજાથી સરકારી કંપનીઓના વીજગ્રાહકોને વધારે ખર્ચ થાય છે. તેમાં GUVNL દ્વારા ફિકસ્ડ કોસ્ટ પેટે મહિને 1,165 કરોડનું ચુકવણું છે. ત્યારે સરકારી વીજ એકમો સાથે PPA કરવાનું બંધ થાય તો મહિને 269 કરોડ બચે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર 

ફિકસ્ડ કોસ્ટનો બોજો ગ્રાહકોને ટ્રાન્સફર થાય છે

ગુજરાત સરકારની ઊર્જા ક્ષેત્રની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ દ્વારા 70થી વધુ વીજકંપનીઓ પાસેથી વીજળી ખરીદી ચાર સરકારી વીજ વિતરણ કંપનીઓને પૂરી પાડે છે. આ વીજળી ખરીદવા માટે તેણે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરેલા છે. જો આ વીજસપ્લાયર કંપનીઓની વીજળીનો ભાવ ‘જર્ક’ દ્વારા નિવૃત થયેલા મેરિટ ઓર્ડર મુજબ ના હોય તો પીપીએ પ્રમાણે ફિકસ્ડ કોસ્ટ વીજસપ્લાયરોને ચૂકવવા જીયુવીએનએલ બંધાયેલી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં ખાબકશે મેઘો 

દર મહિને રૂ.1,165 કરોડની જંગી રકમ ફિકસ્ડ કોસ્ટ પેટે 70 વીજસપ્લાયરોને ચૂકવાય છે

જીયુવીએનએલ આ રીતે દર મહિને રૂ.1,165 કરોડની જંગી રકમ ફિકસ્ડ કોસ્ટ પેટે 70 વીજસપ્લાયરોને ચૂકવે છે. આમાં રૂ. 269 કરોડ તો જીસેક હેઠળનાં નવ સરકારી વીજએકમોને ફિકસ્ડ કોસ્ટ પેટે ચૂકવાય છે. આ ફિકસ્ડ કોસ્ટનો બોજો ગ્રાહકોને ટ્રાન્સફર થાય છે, સરવાળે સરકારી વીજકંપનીઓની વીજળી વાપરતા 1 કરોડ 65 લાખ જેટલા ગ્રાહકોને વીજળી મોંઘા ભાવે મળે છે.

એનટીપીસીને રૂ.312 કરોડ ફિકસ્ડ કોસ્ટ ચૂકવાય છે

વીજળી ક્ષેત્રના નિષ્ણાતો એવો મત વ્યક્ત કરી રહ્યાં છે કે, સરકારી વીજ એકમો સાથે પીપીએ કરવાનું બંધ થયું જોઈએ, જો આ પ્રમાણે થાય તો ગ્રાહકો ઉપરનો બોજો ઘટી શકે. આમ પણ સરકારી એકમો પૂર્ણક્ષમતાએ ચલાવવાને બદલે ખાનગી વીજકંપનીઓના લાભાર્થે સરેરાશ 45 ટકા ક્ષમતાએ ચલાવાય છે. રાજ્યમાં ગેસ આધારિત વીજ એકમો છેલ્લા બે વર્ષથી ગેસના

ઊંચા ભાવને કારણે સદંતર બંધ હાલતમાં છે, આમ જીસેક હેઠળનાં આ ગેસ આધારિત એકમોને વર્ષેદહાડે રૂ.480 કરોડ અને એનટીપીસીને રૂ.312 કરોડ ફિકસ્ડ કોસ્ટ ચૂકવાય છે.

Back to top button