ટ્રેન્ડિંગહેલ્થ

રાત્રે ભાત ખાતા હો તો સાવધાનઃ વધી શકે છે આ બીમારી

Text To Speech
  • ભાત જલ્દી  બની જતા હોવાથી તે દરેકને ફેવરિટ હોય છે
  • ભાત જલ્દી પચી જાય છે, કેમકે તેમાં ફાઇબર ઓછુ હોય છે
  • ભાત રાતના નહીં, બપોરના ભોજનમાં ખાવા જોઇએ

ભારતમાં સફેદ ભાત ખૂબ જ ખાવામાં આવે છે. ટેસ્ટ, જલ્દી બની જવાના અને લાંબા સમય સુધી ખરાબ ન થવાની ખાસિયતના કારણે દરેક વ્યક્તિને તે ફેવરિટ હોય છે. જોકે હેલ્થ એક્સપર્ટ સફેદ ભાતને આરોગ્ય માટે હાનિકારક ગણાવે છે.

સફેદ ભાત ખાવાના ફાયદા

સફેદ ભાતની થોડી ખામીઓ ક્યારેક ફાયદો બની શકે છે. તેમાં ઓછુ ફાઇબર હોવાના કારણે જલ્દી પચી જાય છે. તે પ્રોટીન અને કાર્બ્સનો સારો સ્ત્રોત છે, જેના લીધે મસલ્સ બનાવવા માટે તે ખાવામાં આવે છે.

રાત્રે ભાત ખાતા હો તો સાવધાનઃ વધી શકે છે આ બિમારી hum dekhenge news

ભાત ખાવાનો યોગ્ય સમય છે આ

નિષ્ણાતો બપોરના જમવામાં ભાત ખાવાની સલાહ આપે છે. તે તમને જરૂરી કાર્બ્સ અને પ્રોટીન આપી શકે છે. તેની આખો દિવસ જરૂર હોય છે. ડિનરમાં ભાત ખાવા મોટી ભુલ છે. તે પાંચ પ્રકારની બિમારી માટે ખતરનાક બની શકે છે.

રાત્રે ભાત ખાતા હો તો સાવધાનઃ વધી શકે છે આ બિમારી hum dekhenge news

આ લોકો ભાત અવોઇડ કરે

  • સફેદ ભાતને હાઇ ગ્લાઇસેમિક ફુડ ગણાવાય છે. તે જલ્દી પચી જાય છે અને બ્લડ શુગરને ઝડપથી વધારે છે. આ કારણે ટાઇપ ટુ ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ ભાત ન ખાય અને રાતે તો બિલકુલ નહીં.
  • ભાતથી મેટાબોલિક સિન્ડ્રોમનો ખતરો વધી જાય છે. આ બિમારીઓમાં હાઇ બ્લડ શુગર ઉપરાંત હાઇ બીપી, હાઇ ટ્રાઇગ્લિસાઇડ અને સારા કોલેસ્ટ્રોલમાં કમી આવે છે. આ બધી વસ્તુઓ દિલને નુકશાન પહોંચાડે છે.
  • જો તમે વેઇટ લોસ કરવા ઇચ્છતા હો તો રાતે સફેદ ભાત બિલકુલ ન ખાવ, કેમકે સુતા પહેલા કાર્બ્સ અને કેલરીનો ઉપયોગ શરીર નહીં કરી શકે. તે ફેટ બનાવીને સ્ટોર કરશે. મેદસ્વીતાના દર્દીઓ પણ સફેદ ભાતનું સેવન ન કરે.

આ પણ વાંચોઃ વાર્ષિક રૂ.8 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના સંતાનો માટે 50 ટકા ફી

Back to top button