એકપણ સ્ક્રેચ વિના ચશ્મા સાફ કરવાની સરળ ટ્રિક! નહીં પડે એકપણ ઘસરકો

Best way to clean eye glasses and sunglasses: સનગ્લાસ હોય કે નંબરના ચશ્મા, તેને પહેરનારા લોકો માટે સૌથી મોટો પડકાર લેન્સને સ્ક્રેચ-ફ્રી અને ચોખ્ખા રાખવાનો હોય છે. ધૂળ, માટી અને ચહેરાનું કુદરતી ઓઈલ લેન્સ પર જામી જવાને કારણે દ્રશ્ય ધૂંધળું દેખાવા લાગે છે. મોટાભાગના લોકો ઉતાવળમાં શર્ટના ખૂણેથી કે રૂમાલથી ચશ્મા સાફ કરે છે, પરંતુ આ નાનકડી ભૂલ તમારા મોંઘા લેન્સને હંમેશ માટે બરબાદ કરી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ચશ્મા વર્ષો સુધી કાચની જેમ ચમકતા રહે, તો તમારે સફાઈની સાચી રીત અપનાવવી જોઈએ.
કોરા ચશ્મા ક્યારેય ન લૂછો
નિષ્ણાતોના મતે, ચશ્મા સાફ કરવાનો પહેલો નિયમ એ છે કે ક્યારેય કોરા લેન્સ પર કપડું ન ઘસવું. લેન્સ પર જામેલી ધૂળના કણો ઘસવાથી તે કાચ પેપર (રેગમાલ) જેવું કામ કરે છે અને સ્ક્રેચ પાડે છે. સૌથી પહેલા તમારા હાથને લોશન-ફ્રી સાબુથી ધોઈ લો. ત્યારબાદ ચશ્માને હળવા નવશેકા પાણીની ધાર નીચે રાખો. આનાથી ધૂળના કણો કોઈ પણ ઘર્ષણ વગર વહી જશે. યાદ રાખો કે પાણી બહુ ગરમ ન હોવું જોઈએ, કારણ કે તે લેન્સના એન્ટી-રિફ્લેક્ટિવ કોટિંગને નુકસાન કરી શકે છે.
ચશ્મા ધોવાની યોગ્ય પદ્ધતિ
પાણીથી ભીના કર્યા પછી, દરેક લેન્સ પર એક ટીપું માઈલ્ડ ડિશવોશિંગ લિક્વિડ લગાવો (એવું લિક્વિડ જેમાં મોઇશ્ચરાઇઝર ન હોય). આંગળીના ટેરવા વડે લેન્સની બંને બાજુ અને ફ્રેમના ખૂણાઓને ધીમેથી ઘસો. લોકો અવારનવાર માત્ર લેન્સ સાફ કરે છે અને ફ્રેમના એ હિસ્સાને ભૂલી જાય છે જ્યાં નાક અને કાનનો પરસેવો જમા થાય છે. ફ્રેમની સફાઈ પણ એટલી જ જરૂરી છે. ત્યારબાદ ફરીથી ચોખ્ખા પાણીથી ચશ્મા ધોઈ લો.
ચશ્મા સુકાવવાની રીત
ચશ્મા ધોયા પછી તેને હવામાં હળવેથી હલાવી વધારાનું પાણી કાઢી નાખો. હવે તેને સુકાવવા માટે માત્ર અને માત્ર માઈક્રોફાઈબર કાપડનો જ ઉપયોગ કરો. માઈક્રોફાઈબર કપડું ખાસ કરીને ધૂળને શોષવા અને સ્ક્રેચ વગર સફાઈ કરવા માટે બનાવવામાં આવે છે. જો તમારી પાસે માઈક્રોફાઈબર ક્લોથ ન હોય, તો પૂરેપૂરું ધોયેલું સુતરાઉ કાપડ વાપરી શકાય, પણ ટીશ્યુ પેપર કે શર્ટનો ઉપયોગ કરવાનું ટાળો. આ રીતે સાફ કરેલા ચશ્મા લાંબા સમય સુધી નવા જેવા રહેશે.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણીની ભવિષ્યવાણી: ભારતની પ્રગતિમાં AI બનશે ગેમ ચેન્જર
આ પણ વાંચોઃ આસામના મુખ્યમંત્રી તરીકે હિમંત બિસ્વા શર્મા ક્યારે શપથ લેશે? તારીખ અને સમય જાહેર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












