સાયન્સ એન્ડ ટેકનોલોજી

ChatGPT ને માત્ર 100 શબ્દો લખવા માટે જોઈએ છે 1 બોટલ પાણી, AI ના કારણે સર્જાશે જળ સંકટ!

AI Water Consumption: આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઇમેઇલ લખવાથી લઈને ઓફિસના કામ અને શાળાના અભ્યાસ સુધી, લોકો હવે AI ટૂલ્સ પર નિર્ભર બની રહ્યા છે. પરંતુ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઇડના એક તાજેતરના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, OpenAI ના લોકપ્રિય AI ટૂલ ChatGPT ને તમારા માટે માત્ર 100 શબ્દો લખવા માટે ઓછામાં ઓછી 1 બોટલ પાણીની જરૂર પડે છે.

સર્વર્સને ઠંડા રાખવા માટે અબજો ગેલન પાણીનો વપરાશ

ચેટજીપીટી (ChatGPT) કે અન્ય કોઈ પણ મોટા AI મોડેલને ચલાવવા માટે વિશાળ ડેટા સેન્ટર્સની જરૂર પડે છે. આ સેન્ટરોમાં હજારો સર્વર્સ ચોવીસ કલાક કામ કરે છે, જેના કારણે ભારે માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીને નિયંત્રિત કરવા અને સિસ્ટમને ઠંડી રાખવા માટે પાણી આધારિત કૂલિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સંશોધન અનુસાર, ChatGPT ને 100 શબ્દો લખવા માટે આશરે 519 મિલીલીટર (ml) પાણીની જરૂર પડે છે, જે સામાન્ય પાણીની બોટલ જેટલું જ છે. માઇક્રોસોફ્ટ અને મેટા જેવી વૈશ્વિક ટેક કંપનીઓના ડેટા સેન્ટરો હાલમાં અબજો ગેલન પાણીનો વપરાશ કરી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

2027 સુધીમાં વૈશ્વિક પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા

સંશોધકોએ ચેતવણી આપી છે કે AI ની વધતી માંગને કારણે ડેટા સેન્ટરોનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે આ ડેટા સેન્ટરો માટે મોટાભાગનું પાણી એવા વિસ્તારોમાંથી લેવામાં આવી રહ્યું છે જ્યાં અગાઉથી જ પાણીની ભારે અછત છે. મેક્સિકો, ચિલી અને અમેરિકાના કેટલાક ભાગોમાં સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટ્સ સામે વિરોધ પણ નોંધાવ્યો છે. જો AI નો વિકાસ આ જ ગતિએ ચાલુ રહેશે, તો 2027 સુધીમાં વૈશ્વિક જળ સંકટ વધુ ગંભીર બની શકે છે, અને AI ને યુકે (UK) ના વાર્ષિક ભૂગર્ભજળ નિષ્કર્ષણના લગભગ અડધા ભાગ જેટલા પાણીની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો: ભારતીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર સૌથી વધુ શું જુએ છે? મેટાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો!

Back to top button