ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાવર્લ્ડ

હૉટ બેડિંગ, ધીકતો કારોબાર, કેવી રીતે મહિલાઓ કમાઇ રહી છે હજ્જારો રૂપિયા

ક્વીન્સલેન્ડ, 5 મે, 2025: દુનિયામાં લોકો પૈસા કમાવવા માટે અવનવા નુસખા અજમાવી રહ્યા છે, તેની સાથે આવા નુસખાઓ ઝડપથી બદલાઇ રહ્યા છે, તેનો અંદાજો તમને એ વાતથી જ આવી શકે છે કે એક મહિલા પોતાના બેડ (શય્યા-પથારી)નો એક હિસ્સો કોઇ અજાણ્યા માણસને ભાડે આપીને તેમની પાસેથી હજ્જારો રૂપિયા લઇ રહી છે. સૌથી મોટી વાત એ છે કે આ બિઝનેસનું પણ એક નામ છે જેને હૉટ બેડિંગ, ચાલો જાણીએ આખરે આ હૉટ બેડિંગ છે શું અને તેનાથી કોણ પૈસા કમાઇ રહ્યું છે.

કોણ છે આ મહિલા

એક અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડની રહેવાસી 38 વર્ષની બિઝનેસ વુમન મોનિક જોરમાયા આજકાલ એક અજીબ પરંતુ રસપ્રદ ટ્રેન્ડથી સતત ચમકતી રહી છે. જે દર મહિને આશરે 985 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 54,000ની કમાણી એટલે કરી રહી છે કે તેણે તેના બેડનો એક હિસ્સો અજાણ્યાઓને ભાડે આપી દીધો છે.

હૉટ બેડિંગ આખરે છે શું?

આ વ્યવસ્થામાં બે લોકો એક જ પલંગ પર સૂવે છે, પરંતુ કોઈપણ રોમેન્ટિક કે શારીરિક સંબંધ વિના. એનો અર્થ એ કે ફક્ત એકબીજાની હાજરીમાં રાત વિતાવવી, જેથી બંનેને થોડો સાથ મળી શકે અને જરૂર પડે તો પૈસા પણ મળી શકે. મોનિક કહે છે કે આ ત્યારે જ અસરકારક છે જ્યારે બંને વ્યક્તિઓ એકબીજાની વ્યક્તિગત જગ્યાનો આદર કરે અને નિયમોનું પાલન કરતા હોય.

કોરોનામાં એક નવો રસ્તો મળ્યો

2020ના રોગચાળા દરમિયાન જ્યારે દુનિયામાં લોકડાઉનમાં હતુ, ત્યારે મોનિકનું જીવન પણ તૂટી રહ્યું હતું. તેનો શિક્ષણનો ધંધો ઠપ્પ થઈ ગયો હતો અને એકલતા પણ વધતી જતી હતી. તે જ ક્ષણે તેણે કંઈક અલગ વિચારવાનું નક્કી કર્યું. તે કહે છે કે મારી જિંદગી પણ હાથમાંથી સરકી રહી હતી. મારે કંઈક નવું કરવું હતું અને પછી મારા મનમાં હૉટ બેડિંગનો વિચાર આવ્યો.

પહેલી ઓફર X બોયફ્રેન્ડ તરફથી હતી

મોનિકે આ વિચિત્ર પહેલ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે શરૂ કરી હતી. એક વર્ષ પછી તેણે અચાનક તેને ફોન કર્યો અને પૂછ્યું, શું તમે મારી સાથે કોવિડ વિતાવવા માંગો છો? આશ્ચર્યજનક રીતે, જવાબ હા હતો! અહીંથી જ તેમનો વ્યવસાય શરૂ થયો હતો.

બસ ફક્ત સાથે સુવાનું, બીજું કંઈ નહીં

મોનિક સ્પષ્ટપણે કહે છે કે આ પદ્ધતિ તેના જેવા લોકો માટે છે જેઓ સેપિઓસેક્સ્યુઅલ છે. એટલે કે, જેમને શારીરિક સંબંધો કરતાં માનસિક જોડાણ વધુ ગમે છે. “ખાસ કરીને જો તમે આત્મીયતા કરતાં ફક્ત સાથીદારી શોધી રહ્યા છો તો તે એક સંપૂર્ણ સેટઅપ છે” એમ તે કહે છે. તેમનો રૂમ ફાઇવ સ્ટાર હૉટલના રૂમ જેટલો મોટો અને આરામદાયક છે, જેથી બંને લોકોને પૂરતી જગ્યા મળી શકે.

ભાડાંમાં થઇ રહ્યો છે વધારો

2023માં મોનિકે એ પણ ખુલાસો કર્યો કે હવે તે હોડ બેડિંગનું સાપ્તાહિક ભાડું £127 (રૂ. 14,272) કરશે. આનું કારણ ઓસ્ટ્રેલિયામાં સતત વધી રહેલો ફુગાવો છે. તેણી કહે છે કે આ સમયે ફક્ત હૉટ બેડિંગ જેવી સાઇડ-હશલ્સ જ લોકોને રાહત આપી શકે છે.

આ પણ વાંચોઃ જમ્મુની જેલો પર હુમલાનું એલર્ટ, બંધ છે કેટલાય મોટા આતંકીઓ, સુરક્ષા વધારી દીધી

Back to top button