અમેરિકામાં ભયાનક કાંડ! 16 બાળકો વર્ષો સુધી રૂમમાં કેદ મળી આવ્યા

Horrific scandal in America!: United Statesના ઓહાયો રાજ્યમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોલીસએ એક જર્જરિત ઘરમાંથી એક જ પરિવારના 16 બાળકોને બચાવ્યા છે, જેમને વર્ષો સુધી એક નાના રૂમમાં કેદ રાખવામાં આવ્યા હતા. બાળકોની હાલત એટલી ખરાબ હતી કે પોલીસે પણ તેને “હોરર ફિલ્મ જેવી ઘટના” ગણાવી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, બાળકો અત્યંત ગંદકીમાં રહેતા હતા અને ગંભીર કુપોષણનો શિકાર બન્યા હતા. કેટલાક બાળકો સામાન્ય રીતે બોલી પણ શકતા નહોતા, જ્યારે 18 વર્ષની માનસિક રીતે દિવ્યાંગ યુવતી પોતાનું નામ પણ લખી શકતી નહોતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
16 બાળકો કેદ જેવી હાલતમાં
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે પોલીસ અન્ય એક કેસની તપાસ માટે સર્ચ વોરંટ લઈને ઘરમાં પહોંચી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ જોયું કે ઘરમાં 16 બાળકો કેદ જેવી હાલતમાં રહેતા હતા. બાળકોની ઉંમર દોઢ વર્ષથી લઈને 18 વર્ષ સુધીની હોવાનું જણાવાયું છે.
પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષથી બાળકોને લગભગ 12 ફૂટ બાય 12 ફૂટના નાના રૂમમાં રાખવામાં આવતા હતા. રૂમ અને ઘરની આસપાસ માનવ મલ તેમજ ભારે ગંદકી જોવા મળી હતી. અધિકારીઓએ કહ્યું કે તેમણે જીવનમાં આવું ભયાનક દ્રશ્ય ક્યારેય જોયું નહોતું.
પરિવાર બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ
બાળકોને ક્યારેય શાળામાં દાખલ કરવામાં આવ્યા નહોતા અને પરિવાર બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પરિવારએ ઈરાદાપૂર્વક બાળકોના મેડિકલ અને સરકારી દસ્તાવેજો પણ તૈયાર થવા દીધા નહોતા, જેથી કોઈને તેમની માહિતી ન મળે.
બાળકોને બચાવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક બાળકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
આ કેસમાં બાળકોના માતા-પિતા તેમજ દાદા-દાદી સામે બાળકોને જોખમમાં મૂકવાના ગંભીર ગુના નોંધાયા છે. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની જામીન રકમ 3 લાખ ડોલર નક્કી કરવામાં આવી હતી.
સ્થાનિક લોકો પણ આ ઘટનાથી હચમચી ગયા છે. પડોશીઓએ જણાવ્યું કે તેમણે ક્યારેય આ બાળકોને ઘરની બહાર રમતા જોયા નહોતા. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : કીવ પર બેલેસ્ટિક મિસાઈલોનો હુમલો, પોલેન્ડમાં એલર્ટ, રશિયાના હુમલા બાદ યુક્રેનમાં હડકંપ












