ગુજરાતટોપ ન્યૂઝ

હોન્ડા કંપનીએ ગુજરાત પોલીસને 50 QRT બાઈક આપ્યા, હર્ષ સંઘવીએ બતાવી લીલીઝંડી

ગુજરાત માટે હોન્ડા કંપનીએ એક અનોખું કામ કર્યું છે. ગુજરાતમાં રોડ અકસ્માત અને રોડ સેફ્ટી માટે હોન્ડા કંપની દ્વારા ગુજરાત પોલીસ વિભાગને 50 QRT બાઈક્સ આપવામાં આવ્યા છે જે 350 સીસીની છે. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી બતાવી હતી. હર્ષ સંઘવીએ લીલીઝંડી બતાવ્યા બાદ પોલીસ દ્વારા બાઈક રાઈડ કરવામાં આવી હતી. આ QRT બાઈક હોન્ડા કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો આવો જાણીએ QRT બાઈકની ખાસિયતો…

> ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 50 નવીનતમ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) બાઇકને લીલી ઝંડી આપી
> આ બાઇક ગુજરાત પોલીસના કાફલામાં ઉમેરાશે; જે ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ઝડપી કાર્યવાહી કરવા માટે અત્યંત મદદરૂપ થશે
> સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ હવે વધુ ઝડપથી પહોંચી શકશે

આ ખાસ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, હોન્ડા કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત હોન્ડા કંપનીના ડિલરો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

– Dual Tone siren with Public Address System
– Rear Domes in LEDS ,360 degree visibility, Electronic Circuit.
– Front Polycarbonate Windshield
– Front Sea Hawk Lights with Integrated Circuit
– Side Detachable Box
– Small Side Box
– Top Box
– Rear Pole Bendable Baton with Integrated Challan or Reading Light, polycarbonate Lense Color Red or Blue
– Front POLICE Display board in Built circuit for Flashing
– Powder Coated Clamps for Fabrication
– Branding Per vehicle

ગુજરાતમાં ટ્રાફિક નિયમો સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને અમલીકરણને મજબૂત બનાવવા માટે હોન્ડા કંપની દ્વારા ગુજરાત પોલીસ વિભાગને 50 યુનિક બાઈકો આપવામાં આવી છે. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લીલીઝંડી બતાવીને પોલીસ સ્ટાફને સોંપવામાં આવી હતી. હોન્ડા કંપની દ્વારા આ બાઈકને અદભુત ફિચર્સ અને ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવી છે.

ક્વિક રિસ્પોન્સ ટીમ

– કટોકટી, ઉચ્ચ જોખમી પરિસ્થિતિઓ અને સંભવિત જોખમોનો પ્રથમ પ્રતિભાવ આપવા માટે રચાયેલ એક વિશિષ્ટ પોલીસ એકમ. તેઓ
ઘટનાસ્થળે ઝડપથી પહોંચવા, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને નુકસાન ઘટાડવા માટે જરૂરી પગલાં લેવા માટે સજ્જ અને તાલીમ પામેલા છે
અને સુવર્ણ કલાકોમાં જીવનનું રક્ષણ કરે છે.

Back to top button