ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હેમંત સોરેન આવતીકાલે મુખ્યમંત્રી પદના લઈ શકે છે શપથ, ચંપાઈ સોરેને આપ્યું રાજીનામું

Text To Speech

રાંચી, 3 જુલાઈ: ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને બુધવારે (3 જુલાઈ) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી જેએમએમના નેતા હેમંત સોરેન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. અગાઉ, શાસક ગઠબંધનના નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી હેમંત સોરેનને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા.

ચંપાઈ સોરેને કહી આ વાત

રાજભવનમાંથી બહાર આવ્યા બાદ ચંપાઈ સોરેને કહ્યું, “મેં જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનના નિર્ણય મુજબ રાજીનામું આપ્યું છે. અમારું જોડાણ મજબૂત છે.” તેમણે કહ્યું, “હેમંત સોરેનજી સાથે શું થયું તે બધા જાણે છે. ગઠબંધન ભાગીદારોએ મને જવાબદારી સોંપી હતી. હવે ગઠબંધન હેમંત સોરેનજીની તરફેણમાં નિર્ણય લીધો છે.

અહીં જુઓ વીડિયો: 

 

ઝારખંડમાં સરકાર બનાવવાનો દાવો કર્યા પછી હેમંત સોરેને શું કહ્યું?

 

હેમંત સોરેનને 28 જૂને રિલીઝ કરવામાં આવ્યા હતા

હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ, તેમની ધરપકડના લગભગ પાંચ મહિના પછી, 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હેમંત સોરેને 31 જાન્યુઆરીએ ધરપકડ પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટ સમિતિઓના સભ્યોના નામની જાહેરાત, કોને – કોને મળ્યું સ્થાન?

Back to top button