કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં મોટી દુર્ઘટના, વોકળા ઉપરનો સ્લેબ ધરાશાયી થતા એક મહિલાના મોતની આશંકા, 20થી વધુ ઘાયલ

Text To Speech

રાજકોટમાં આજે રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલા બિલ્ડીંગની બહારના વોકળાનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના તૂટવાના કારણે તે 15 ફૂટથી વધુની ઉંડાઇ ધરાવતા વોકળાની અંદર 20 થી વધુ લોકો ખાબકતા તમામને ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે એક મહિલાના મોતના પણ અહેવાલ મળી રહ્યા છે. જો કે તંત્રએ સત્તાવાર આ અંગે સ્પષ્ટતા કરી નથી.

ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો

મળતી માહિતી મુજબ, શહેરના ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેળ પાસે ફૂડ બજારમાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં અનેક લોકો ખાબકયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં પોલીસ વિભાગ તથા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં એકના મોતની શંકા સેવાઇ રહી છે.

ધારાસભ્ય, મનપાના પદાધિકારીઓ પહોંચ્યા

આ ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન, સ્ટે.ચેરમેન ઠાકર તેમજ ધારાસભ્યો દર્શીતાબેન અને સંસદ સહિતના પદાધિકારીઓ દોડી ગયા હતા. તેઓએ પણ પ્રજાને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.

https://www.instagram.com/reel/CxlLqTbNx1F/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

Back to top button