ટ્રેન્ડિંગનેશનલમીડિયા

પૈસા ઘર બધું જ છીનવી લીધું, પહેલવાનની જેમ હાથ ઉપાડતો; સિંગરે મંગેતર પર આરોપ લગાવ્યા

ચેન્નાઈ,  28 ઓગસ્ટ 2025:  ચેન્નાઈની પ્રખ્યાત સિંગર અને ભૂતપૂર્વ રેડિયો જોકી સુચિત્રા તેના તાજેતરના વીડિયોને લઈને ચર્ચામાં છે. સુચિત્રાએ તેના મંગેતર, ચેન્નાઈ હાઈકોર્ટના વકીલ શુનમુગરાજ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે શુનમુગરાજે તેની સાથે માત્ર શારીરિક મારપીટ જ નથી કરી, પરંતુ તેની સાથે નાણાકીય છેતરપિંડી પણ કરી અને ચેન્નાઈમાં આવેલા તેના ઘર પર કબજો કરી લીધો. સુચિત્રાનો દાવો છે કે તેનો મંગેતર હજુ પણ તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી રહ્યો છે. આ વીડિયો હાલમાં સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.

મંગેતર પર મારપીટના આરોપ

વીડિયોમાં સુચિત્રાએ તેના મંગેતર પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે જણાવ્યું કે શુનમુગરાજ તેને જૂતાંથી પહેલવાનની જેમ મારતો હતો. સુચિત્રાએ કહ્યું, “તે મને પહેલવાનની જેમ મારતો હતો. હું તેને વારંવાર કહેતી કે આવું ન કર, પરંતુ તે શાંત થતો નહીં. હું ખૂણામાં બેસીને રડતી રહેતી.” તેણે આ વીડિયો શેર કરતાં એક લાંબુ કેપ્શન પણ લખ્યું, જેમાં તેણે આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેણે જણાવ્યું કે તે આ સંબંધમાં સતત પીડાઈ રહી છે અને તેણે શુનમુગરાજને અનેક તકો આપી, પરંતુ મારપીટ ચાલુ રહી. તેણે કહ્યું કે તેણે ઘણું સહન કર્યું છે, અને હવે તે આની સામે કાનૂની પગલાં લેવાનું નક્કી કર્યું છે. સુચિત્રાએ જણાવ્યું કે તે શુનમુગરાજને પાંચ વર્ષથી ઓળખે છે અને તેની સાથે સગાઈ કરી હતી.

“હું હાર નહીં માનું” – સુચિત્રા

વીડિયો શેર કરતાં સુચિત્રાએ કેપ્શનમાં લખ્યું, “ગમે તે કર્મ હોય, હું એક મહિલા હોવા છતાં હાર નહીં માનું. આ શુનમુગરાજે મારી મહેનતની કમાણી ચોરી લીધી, જે મેં ગીતો ગાઈને ખૂબ મુશ્કેલીથી કમાઈ હતી. ગીત ગાવું મુશ્કેલ નહોતું. મુશ્કેલ હતું – વ્યાવસાયિક વલણ જાળવવું, છેડછાડને અવગણવી, ‘કાઉચ’થી દૂર રહેવું અને સુરક્ષિત રહેવું.”

શુનમુગરાજના શારીરિક હુમલાથી દૂર – સુચિત્રા

“એક હિંસક માણસ ત્યારે જ ડરામણો લાગે છે જ્યારે તે શારીરિક રીતે નજીક હોય. હવે જ્યારે હું શુનમુગરાજના શારીરિક હુમલાથી દૂર છું, ત્યારે હું તેને નીચે ઉતારવા માટે મારી ક્ષમતા મુજબ દરેક ડિજિટલ ટૂલનો ઉપયોગ કરી શકું છું અને કરીશ. (મુખ્યમંત્રીને ફરિયાદ કરવી આજે એક ઈમેલના અંતરે છે.) જ્યાં સુધી હું જાતે નહીં કહું, તમને આની જાણ નહીં થાય. પરંતુ આજે મને સમજાયું કે મેં મારા દરેક ગીત (મે માસમ 98′ સહિત)ને શુનમુગરાજ કરતાં વધુ પ્રેમ કર્યો છે અને કરતી રહીશ. હું તેનો પીછો કરીશ જ્યાં સુધી તે મારો એક-એક પૈસો પાછો નહીં આપે. ચેન્નાઈ હાઈકોર્ટનો બેરોજગાર અને આળસુ વકીલ શુનમુગરાજ કે. તે દિવસે પસ્તાશે જ્યારે તેણે મારી સાથે ઝઘડો કરવાનું નક્કી કર્યું.”

પોતાના ઘરમાંથી બહાર કાઢવામાં આવી – સુચિત્રા

સુચિત્રાએ આરોપ લગાવ્યો કે તેના મંગેતરે તેને ચેન્નાઈમાં આવેલા તેના ઘરમાંથી બહાર કાઢી દીધી. ત્યારબાદ તેને થોડા મહિના પહેલાં મુંબઈમાં નોકરી મળી અને તે ત્યાં રહેવા ગઈ. આ પહેલાં પણ સુચિત્રાએ તેના મંગેતર સામે મારપીટના સંકેત આપ્યા હતા, પરંતુ બાદમાં તેણે આ પોસ્ટ અને વીડિયો ડિલીટ કરી દીધા હતા. જોકે, હવે તાજેતરના વીડિયોમાં તેણે પ્રથમ વખત જાહેરમાં શુનમુગરાજનું નામ લઈને કથિત દુર્વ્યવહારનો વિસ્તૃત ઉલ્લેખ કર્યો

આ પણ વાંચો : છૂટાછેડા બાદ એક્સ હસબન્ડ ઘરે પહોંચ્યો, તો અભિનેત્રીએ તિલક લગાવીને કર્યું સ્વાગત, ફેન્સ થયા કન્ફ્યુઝ

Back to top button