ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં રૂ.2800 કરોડનું હવાલા કૌભાંડ, EDના દરોડામાં થયો પર્દાફાશ

  • રકમ હોંગકોંગની 8 કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી
  • કરોડો રૂપિયા 8 કંપનીઓને મોકલવામાં આવ્યા એ કંપનીઓ પણ બોગસ
  • ઓજસ નાઇકને ત્યાં પણ EDના દરોડા પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો

ગુજરાતના સુરત શહેરમાં રૂ.2800 કરોડનું હવાલા કૌભાંડ સામે આવ્યું છે. જેમાં EDના દરોડામાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. તેમાં કોડીની જવેલરીના નામે કૌભાંડ થયુ છે. જેમાં રૂ.2800 કરોડની નિકાસ બતાવામાં આવી છે તેમાં પેમેન્ટ કરનારનું કોઈ અસ્તિત્વ જ ન હતું. જેમાં પાપલાજ ફોરેન ટ્રેડ, પાર્ટનર સોમામીનાને ત્યાં EDના દરોડા પડ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: બલ્ગેરિયન યુવતી કાંડ બાદ રાજીવ મોદીની કંપનીઓમાંથી ટોચના અધિકારીઓના ધડાધડ રાજીનામા

કરોડો રૂપિયા 8 કંપનીઓને મોકલવામાં આવ્યા એ કંપનીઓ પણ બોગસ

EDની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, 2800 કરોડ હોંગકોંગની જે 8 કંપનીઓને મોકલવામાં આવ્યા એ કંપનીઓ પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. આ પેઢીઓ હીરાનાં ખરીદ વેચાણની એન્ટ્રી મોકલી પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીનાં મળતિયાઓનાં બેંક ખાતાઓમાં 2800 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. હવાલો પાડનાર મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ છે. પાપલજ ફોરેન ટ્રેડ LLPએ હીરાની આયાતનું મૂલ્ય વધારે કર્યું હતુ અને નજીવી કિંમતના હીરા હોંગકોંગથી મંગાવી જુલાઈ, 2023 અને માર્ચ 2024 વચ્ચે રૂપિયા 2800 કરોડ હોંગકોંગ મોકલ્યા હતા.

ઓજસ નાઇકને ત્યાં પણ EDના દરોડા પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો

ઓજસ નાઇકને ત્યાં પણ EDના દરોડા પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઇડીએ લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરી છે. તેમાં એક પણ ધરપકડ ન થતા તપાસ શંકાના દાયરામાં છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્રના પૂના જેવાં 8 શહેરોમાંથી પેમેન્ટ કરાયુ હતુ. તેમજ વિદેશથી હલકી કક્ષાનો માલ મંગાવાય છે. માલની ઊંચી કિંમત બતાવીને તેનું પેમેન્ટ કરાય છે. સમગ્ર કેસ હાલમાં ધંધાના નામે હવાલાનો લાગી રહ્યો છે. EDને માહિતી મળી હતી કે, મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ LLPએ હીરાની આયાત અને નિકાસના ઓવરવેલ્યુએશનને કારણે મોટા પાયે શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ કર્યા છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપી, હીરાની આયાતનું ઓવરવેલ્યુએશન કર્યું હતું અને જુલાઈ, 2023 અને માર્ચ, 2024 વચ્ચે 2800 કરોડ સુરત, વડોદરા, મુંબઈ, પુણેની ઓફિસોમાં ભેગા કર્યા હતા. અને ભેગી કરેલી આ રકમ હોંગકોંગની 8 કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

Back to top button