સાવધાન: ગુજરાતમાં આગામી 3 દિવસ ખૂબ ભારે રહેશે, આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ

અમદાવાદ, 01 નવેમ્બર 2025: ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ, અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદી માહોલ બન્યો હોવાની વાત સામે આવી છે, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેશે આજે ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની શક્યતા રહેલી છે.
આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે.












