ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો સમય આવી ગયો, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અમદાવાદ, 10 ઓક્ટોબર 2025: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હવે થોડા દિવસોમાં ચોમાસું સંપર્ણપણે વિદાય લે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે સિઝનનો 118 ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં સરેરાશના 121.50 ટકા અને પૂર્વ ગુજરાતમાં 117 ટકા વરસાદ પડી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશની તુલનામાં 123 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ કે તાપમાનમાં શું વધઘટ થશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
હવામાન વિભાગે ગુરૂવારે સાંજે 6 કલાકે આપેલી માહિતી અનુસાર વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુરથી ચોમાસાની વિદાયની રેખા પસાર થઈ રહી છે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
અરબી સમુદ્ર પર વાવાઝોડું શક્તિ સર્જાયું હતું જે નબળું પડી ગયું છે, પરંતુ તેની અસર તરીકે એક લો પ્રેશર એરિયા બન્યો છે. તે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધી શકે છે અને આગામી 24 કલાકમાં લો પ્રેશરમાં નબળું પડી જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, 10થી 15મી ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની આગાહી નથી. તમામ રાજ્યમાં શુષ્ક હવામાનની શક્યતા દર્શાવવામાં આવી છે.                                                                                                                                                                                   આ પણ વાંચો: મેઘાલયની છોકરી સાથે દિલ્હીમાં બની શરમજનક ઘટના, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- આ બધું બંધ કરો
Back to top button