ગુજરાત: ભ્રષ્ટાચારનો પર્યાય બની ચુકેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે થયા ચોંકાવનારા ખુલાસા
- પીલરમાં પણ હલકી ગુણવત્તાના કોંક્રિટનો ઉપયોગ થયો હોવાનો ઘટસ્ફોટ
- 10 પીલરમાં ખૂબ જ નબળી ગુણવત્તાના કોંક્રિટનો ઉપયોગ
- કંપની સહિત AMCના અધિકારીઓએ બ્રિજના બાંધકામ વખતે બેદરકારી દાખવી
ગુજરાતમાં ભ્રષ્ટાચારનો પર્યાય બની ચુકેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં હાટકેશ્વર-બ્રિજના મુખ્ય સ્લેબ સાથે પીલરમાં પણ હલકી ગુણવત્તાનો જ કોંક્રિટ વાપર્યો હતો. M-45 અને M-35ના બદલે M-8થી 16 ગ્રેડનો કોંક્રિટ વપરાયો હતો. AMC અને પોલીસે લીધેલા સેમ્પલના સર્વેક્ષણ બાદ સરકારી સંસ્થા ગેરીનો રિપોર્ટ સામે આવ્યો છે. હલકી ગુણવત્તાના બાંધકામના કારણે હવે પીલરને પણ તોડી પાડવો જરૂરી છે.
આ પણ વાંચો: મોડીરાતે ઘરમાં દીપડો ઘુસ્યો, પરિવાર ગભરાયો અને પછી…
પીલરમાં પણ હલકી ગુણવત્તાના કોંક્રિટનો ઉપયોગ થયો હોવાનો ઘટસ્ફોટ
ભ્રષ્ટાચારનો પર્યાય બની ચુકેલા શહેરના હાટકેશ્વર બ્રિજના મુખ્ય સ્લેબ જ નહીં પરંતુ હવે તેના પીલરમાં પણ હલકી ગુણવત્તાના કોંક્રિટનો ઉપયોગ થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એએમસી અને પોલીસે લીધેલા સેમ્પલ સરકારી સંસ્થા ગેરીમાં મોકલી અપાયા હતા. જ્યાં પીલરમાં એમ-45 અને એમ-35 ગ્રેડના કોંક્રિટના બદલે માત્ર એમ-8 થી એમ-16 ગ્રેડ સુધીનો જ કોંક્રિટ વાપર્યો હોવાનું ખુલ્યું છે. હાટકેશ્વર બ્રિજના મુખ્ય સ્લેબના પીલર સહિત 10 પીલરમાં ખૂબ જ નબળી ગુણવત્તાના કોંક્રિટનો ઉપયોગ થયો છે. આ રિપોર્ટ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, કન્સલ્ટન્ટ કંપની સહિત AMCના અધિકારીઓએ બ્રિજના બાંધકામ વખતે બેદરકારી દાખવી છે.
આ પણ વાંચો: ગુજરાત: ઈ-ગેમર્સ કંપનીઓએ રૂ.12,000 કરોડની GSTની ચોરી કરી હોવાની શક્યતા
હલકી ગુણવત્તાના બાંધકામના કારણે હવે પીલરને પણ તોડી પાડવો જરૂરી
ખોખરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને AMCના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ટીમે સેમ્પલ લઇ ગુજરાત સરકારની ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (ગેરી) લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલ્યા હતા. જેમાં બ્રિજના પીલરના રિપોર્ટમાં ઘટસ્ફેટ થયો છે કે M-35 ગ્રેડની જગ્યાએ માત્ર M-8થી M-16 ગ્રેડ સુધીનો જ કોંક્રિટ વાપરવામાં આવ્યો છે. મુખ્ય સ્લેબ સહિતના પીલરમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું છે. હાટકેશ્વરબ્રિજ બનાવતી વખતે પીલરમાં M-35 ગ્રેડથી લઈ M-45 ગ્રેડ સુધીના કોંક્રીટનો ઉપયોગ કરવાનો હતો. 75થી 85 ટકા સુધીના ગ્રેડ મુજબના કોંક્રિટનો ઉપયોગ કરાયો હોય તો માન્ય ગણી શકાય છે, પરંતુ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા તો માત્ર M-10 ગ્રેડના કોંક્રિટનો જ ઉપયોગ કરી બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આવા હલકી ગુણવત્તાના બાંધકામના કારણે હવે પીલરને પણ તોડી પાડવો જરૂરી છે.