ટોપ ન્યૂઝનેશનલ

મોડીરાતે ઘરમાં દીપડો ઘુસ્યો, પરિવાર ગભરાયો અને પછી… જુઓ વીડિયો

Text To Speech
  • મોહનલાલ લોહારે દીપડાને રૂમમાં બંધ કરી દીધો હતો
  • પુત્રને જાણ કરી, મિત્રોની મદદથી ગેટ બંધ કર્યો
  • ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરી

ઉદયપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સાયરાના સેમાડ બસ સ્ટેન્ડ પાસેના એક ઘરમાં દીપડો ઘુસ્યો હતો. વસ્તીવાળા વિસ્તારમાં દીપડો ઘૂસી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોહનલાલ લોહારે દીપડાને રૂમમાં બંધ કરી દીધો હતો.

આ પણ વાંચો: PM મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ 

પુત્રને જાણ કરી, મિત્રોની મદદથી ગેટ બંધ કર્યો

માહિતી મળતાં જ પોલીસ સ્ટેશનના અધિકારી પ્રવીણ સિંહ સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. તેમજ ગ્રામજનો દીપડો જોવા માટે એકઠા થયા હતા. ઘટના બની ત્યારે મોહનલાલે તેમના પુત્ર રાકેશને જાણ કરી હતી. તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવીને રૂમમાં ઘૂસેલા દીપડાને બહાર કાઢવા મિત્રો હિતેશ પ્રજાપત અને સંજય ડાંગીના ઘરની પાછળના ભાગેથી પહેલા માળે આવેલી ગેલેરીમાં ઉતર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી અને રાજસ્થાનથી ચોમાસાની વિદાય થવાની થઈ શરૂઆત

બારીમાંથી રૂમમાં જોયું તો અંદર એક દીપડો ગર્જતો જોયો

બારીમાંથી રૂમમાં જોયું તો અંદર એક દીપડો ગર્જતો જોયો. તેણે વાંસની મદદથી પહેલા રૂમનો દરવાજો બંધ કરી દીધો. આ પછી તે સીડી પરથી નીચે આવ્યો અને દરવાજો બંધ કરી દીધો. માહિતી મળ્યા બાદ સાયરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં વન વિભાગના સાયરા વિસ્તારની ટીમ અને કુંભલગઢ વન્યજીવ અભયારણ્યની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, કંઈ ન થતાં ઉદેપુરથી ટીમ બોલાવવામાં આવી હતી. અને દીપડાને પકડવામાં આવ્યો હતો.

Back to top button