ગુજરાતચૂંટણી 2024ટ્રેન્ડિંગ

ગુજરાત: પરેશ ધાનાણીએ નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી, રાજકીય ગતિવિધિઓ પર ચર્ચા શરૂ

Text To Speech
  • ક્ષત્રિય સમાજના લોકોએ પરેશ ધાનાણીનું સ્વાગત કર્યું
  • કોંગ્રેસના ઉમેદવારોએ ખોડલધામ મંદિરમાં દર્શન કર્યા
  • પરેશ ધાનાણી સામે પરશોત્તમ રૂપાલાનો જંગ જામ્યો

પરેશ ધાનાણીએ નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી છે. જેમાં રાજકીય ગતિવિધિઓ પર ચર્ચા શરૂ થઇ છે. તેમાં પરેશ ધાનાણીએ માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમજ ક્ષત્રિય સમાજના લોકોએ પરેશ ધાનાણીનું સ્વાગત કર્યું છે. જેમાં રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પાટીદાર નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં પરેશ ધાનાણી સામે પરશોત્તમ રૂપાલાનો જંગ જામ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: રેલી તથા શક્તિ પ્રદર્શન સાથે ભાજપના 15, કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યું 

કોંગ્રેસના ઉમેદવારોએ ખોડલધામ મંદિરમાં દર્શન કર્યા

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ખોડલધામ મંદિરમાં દર્શન કર્યા છે. આ દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેના સાથે જ રાજકીય ગતિવિધિઓ પર ચર્ચા શરૂ થઈ છે. જ્યારે પરેશ ધાનાણીએ માતાજીના દર્શન સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ ખોડલધામ મંદિરમાં દર્શન કર્યા છે. જેમાં પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મરે મંદિરમાં દર્શન કર્યા હતા. તેમ જે.વી.મારવીયા અને હીરાભાઇ જોટવાએ પણ દર્શન કર્યા છે. આ સાથે જ ખોડલધામના ટ્રસ્ટીએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ: ફિઝિયોથેરાપિસ્ટ ડેન્ટિસ્ટ કે આયુર્વેદ ડૉક્ટરની સમકક્ષ ન ગણાય 

ખોડલધામ મંદિરમાં પરેશ ધાનાણીએ શંખ વગાડ્યો

આ સાથે જ ઉમેદવારોએ માતાજીને ચૂંદડી અને શ્રીફળ ધર્યા હતા. જ્યારે ખોડલધામ મંદિરમાં પરેશ ધાનાણીએ શંખ વગાડ્યો હતો. આ ઉપરાંત લલિત વસોયા પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તમામ નેતાઓ સાથે પાટીદાર આગેવાન જોવા મળ્યા છે. પોતાના પ્રચાર સાથે જ પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ભાજપ ભાગલા પાડવામાં માહેર છે. ભાજપ જાણી જોઈને વર્ગવિગ્રહ કરાવે છે.

Back to top button